કચ્છમાં નોન-કન્ટેન્ટમેન્ટ ઝોનમાં સર્વેલન્સ વધારવા માટેનો આદેશ - NEWS E HUB

Slider Widget

Wednesday, 1 July 2020

કચ્છમાં નોન-કન્ટેન્ટમેન્ટ ઝોનમાં સર્વેલન્સ વધારવા માટેનો આદેશ



કચ્છ જિલ્લામાં પ્રભારી સચિવ એમ.થેન્નારસને જિલ્લા કલેકટર તેમજ આરોગ્ય વિભાગ સાથે કોવીડ-૧૯ હાલની પરિસ્થિતિની જાણકારી મેળવવા વિડીયો કોન્ફરન્સથી સમીક્ષા કરી હતી.

સચિવે જિલ્લામાં કોવીડ-૧૯ પોઝીટીવ કેસો અંગે માહિતી મેળવી હતી. કચ્છમાં વધતા જતા કેસ અને લોકલ કોમ્યુનિટી ટ્રાન્સફરના કેસ વચ્ચે તેમેણ જિલ્લામાં  સંક્રમણની રોકથામ અને ચેપ વધતો અટકાવવા હવેથી નોન-કન્ટેન્ટમેન્ટ ઝોનમાં સર્વેલન્સ કામગીરી વધારી ઝડપી બનાવવા સૂચના આપી હતી. ખાસ કરીને કચ્છના દુરસુદુરના ગ્રામ્ય વિસ્તારમાં કોરોના વાયરસના સંક્રમણને રોકવા કેવા પગલા લેવા જોઇએ તે અંગે માર્ગદર્શન આપ્યું હતું. જેમાં આ વિસ્તારમાં લોકો સાથે વિવિધ માધ્યમો દ્વારા લોકોને આ મહામારીથી બચવા જાગૃત કરવા માટે ગ્રામ્ય કક્ષાએ એક સમિતિ બનાવવા સૂચના આપી હતી.


No comments:

Post a Comment