મહેસાણા, તા.09 સપ્ટેમ્બર 2020, બુધવાર
મહેસાણા જિલ્લામાં ૨૪ અને ૨૫ ઓગષ્ટના રોજ વિજાપુર, મહેસાણા, જોટાણા, બેચરાજી અને કડી તાલુકામાં ભારે વરસાદ ખાબક્યો હતો. આ ભારે વરસાદથી ખરીફ વાવેતરને ભારે નુકસાનની સશક્યતા સેવાતા ખેડૂતો દ્વારા નુકસાન વળતરની માંગ ઉઠતા જિલ્લા ખેતીવાડી કચેરી દ્વારા ૨૭ ટીમો થકી અસરગ્રસ્ત ૫૨ ગામોમાં સર્વેનું કામ હાથ ધરાયું હતું. જેમાં ૩૬૮૨ હેક્ટરમાં નુકસાનની સંભાવના વ્યક્ત કરાતા અત્યાર સુધી ૧૨૨૨૬ હેક્ટરમાં સર્વેની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે.
રાજ્ય સરકાર દ્વારા અતિવૃષ્ટિથી નુકસાનને લઈ વળતર ચુકવવામાં આવતું હોય છે. જોકે હેક્ટર દીઠ ૩૩ ટકા થી વધુન્ નુકસાન થયું હોય તેવા પાકો માટે ખેડૂતને રૃા. ૬૮૦૦ જેટલું હેક્ટર દીઠ વળતર ચુકવવામાં આવતું હોય છે. મહેસાણા જિલ્લામાં ૨૪ અને ૨૫ ઓગસ્ટે ભારે વરસાદ ખાબક્યો હતો. જેમાં મહેસાણા, કડી, બેચરાજી, જોટાણા, વિજાપુર પંથકમાં વરસાદથી પાકોને ભારે નુકસાન પહોંચ્યું હતું. ખરીફ પાકોને ભારે નુકસાન પહોંચતા ખેડૂતો દ્વારા વળતરની માંગણી પ્રબળ બની હતી. જે અંતર્ગત મહેસાણા જિલ્લા કેતીવાડી અધિકારી ભાવેશ જોશી દ્વારા ૫૨ જેટલા અસરગ્રસ્ત ગામોમાં ૨૭ ટીમો દ્વારા ૧૦ દિવસ પૂર્વેથી અસરગ્રસ્ત ૧૩૬.૮૨ હેક્ટરમાં સર્વેની કામગીરી શરૃ કરવામાં આવી હતી જે પૈકી અત્યાર સુધી ૧૨૨૨૬ હેક્ટરમાં સર્વેની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે.
33 ટકાથી ઓછું નુકસાન થયું છે
આ મામલે મહેસાણા જિલ્લા ખેતીવાડી કચેરી સૂત્રોમાંથી મળેલી વિગતો અનુસાર પાંચેય તાલુકામાં ૫૨ અસરગ્રસ્ત ગામોમાં ૧૨૨૨૬ હેક્ટરમાં સર્વે પૂર્ણ થયું છે. જોકે આ સર્વેમાં ૩૩ ટકા કરતા ઓછું એટલે કે ૧૫ ટકાથી ઓછું નુકસાન પહોંચ્યું છે. જોકે સંપૂર્ણ સર્વે બાદ જ ચોક્કસ નુકસાનનો અંદાજ મળી શકે તેમ છે.
No comments:
Post a Comment