બનાસકાંઠાની 13 તાલુકા પંચાયતોમાં આજે પ્રમુખ- ઉપપ્રમુખની ચુંટણી યોજાશે - NEWS E HUB

Slider Widget

Wednesday, 9 September 2020

બનાસકાંઠાની 13 તાલુકા પંચાયતોમાં આજે પ્રમુખ- ઉપપ્રમુખની ચુંટણી યોજાશે

પાલનપુર તા. 8 સપ્ટેમ્બર 2020, મંગળવાર

બનાસકાંઠા જિલ્લાની ૧૪ તાલુકા પંચાયત પૈકી લાખણીને બાદ કરતા ૧૩ તાલુકા પંચાયતમાં પ્રથમ ટર્મના પ્રમુખ ઉપપ્રમુની અઢી વર્ષની મુદત પૂર્ણ થતાં બીજી ટર્મના અઢી વર્ષ માટે પ્રમુખ ઉપપ્રમુખની વરણી માટે આજે વિવિધ તાલુકા પંચાયતોમાં ચુંટણી યોજાશે જેમાં ભાજપ કોંગ્રેસ પોતાના કબ્જા હેઠળની તાલુકા પંચાયતોમાં સત્તા જાળવી રાખવા કમર કશી છે. જે વચ્ચે કેટલીક તાલુકા પંચાયતમાં સત્તા પરિવર્તન થવાના એધાન પણ વર્તાઇ રહ્યા છે. 

બનાસકાંઠા જિલ્લાની ૧૩ તાલુકા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખને પ્રથમ ટર્મના અઢી વર્ષ પૂર્ણ થતાં બજી ટર્મના પ્રમુખ ઉપપ્રમુખની વરણી માટે ચુંટણી જાહેર કરાઇ છે. જેમાં તા.૯/૯/૨૦૨૦ને બુધવારના સાવરે ૧૧ થી ૨ કલાક દરમ્યાન તાલુકા પંચાયતના સભાખંડમાં ટીડીઓની ઉપસ્થિતિમાં પ્રમુખ ઉપપ્રમુખની ચુંટણી માટે મતદાન યોજવામાં આવશે જે પ્રક્રિયા પૂર્ણ થયા બાદ વીજેતા જાહેર કરાશે જોકે બનાસકાંઠા જિલ્લાની ૧૪ તાલુકા પંચાયત પૈકીની લાખણી તાલુકા પંચાયતમાં બજેટના મંજુર થવાને લઇ પ્રમુખ ઉપપ્રમુખની ચુંટણી પર મનાઇ હુકમ હોઇ દાંતા, પાલનપુર, વડગામ, અમીરગઢ, દાંતીવાડા, ડીસા, ધાનેરા, વાવ, થરાદ, સુઇગામ, ભાભર, દિયોદર અને કાંકરેજ તાલુકા પંચાયતમાં ચુસ્ત પોલીસ બન્દોબસ્ત વચ્ચે નવીન પ્રમુખ અને ઉપપ્રમુખની ચુંટણી યોજાશે જેને લઇ જિલ્લાના રાજકારણમાં ફરી એકવાર ભારે ગરમાવો છવાયો છે. જોકે હાલની ૧૩ તાલુકા પંચાયતો પૈકીની ૭ પર કોંગ્રેસ અને ૬ તાલુકા પંચાયતમાં ભાજપનું શાસન હોઇ ભાજપ તેમજ કોંગ્રેસ દ્વારા પોતાના કબ્જાની તાલુકા પંચાયતોમાં  બીજી ટર્મની ચુંટણીમાં પણ સત્તા ટકાવી રાખવા માટે એડી ચોટીનું જોર લગાવ્યું છે. જે વચ્ચે કેટલીક તાલુકા પંચાયતમાં રાજકીય ચોકઠાની ગોઠવણો થવાને લઇ સત્તા પરિવર્તન થવાના એધાણ વર્તાઇ રહ્યા છે. તો બીજી બાજુ કેટલાક ઉમેદવારોએ તો પ્રમુખ પદ મેળવવા પાર્ટીમાં લોબિંગ પર શરૃ કર્યું હોવાનું રાજકિય વર્તુળોમાં ચર્ચાસ્પદ બન્યુંં છે. ત્યારે તાલુકા પંચાયતોનો તાજ કોના શિરે આવે છે તે જોવું રહ્યું

૧૩ માંથી ૬ તાલુકા પંચાયતમાં મહિલાઓ સત્તાનું સુકાન સંભાળશે

બનાસકાંઠા જિલ્લાની ૧૩ તાલુકા પંચાયતમાં બીજી ટર્મના પ્રમુખની ચુંટણી જાહેર કરાઇ છે. જેમાં કાંકરેજ, વાવ, ડીસા, અમીરગઢ, પાલનપુર અને ભાભરમાં પ્રમુખની શીટ સામાન્ય સ્ત્રી હોઇ આ ૬ તાલુકા પંચાયતમાં મહિલાઓ સત્તાનું સુકાન સંભાળશે જ્યારે સુઇગામમાં અનુસુચિત જાતિ,દાંતીવાડામાં અનુ.જન.જાતિ, ધાનેરા સા.શે.પછાત વર્ગ માટે પ્રમુખની બેઠકો ફાળવાઈ છે. અને દિયોદર, થરાદ, દાંતા તેમજ વડગામ તાલુકા પંચાયતમાં બિન અનામ ઉમેદવારો પ્રમુખ પદ સંભાળશે.

૧૩ તાલુકા પંચાયત પૈકી ૭ પર કોંગ્રેસ અને ૬ પર ભાજપનું શાસન

બનાસકાંઠા જિલ્લાની ૧૪ તાલુકા પંચાયતમાંથી ભાભર, દિયોદર, કાંકરેજ, પાલનપુર, વડગામ, દાંતા અને દાંતીવાડામાં કોંગ્રેસનું શાસન છે. જ્યારે થરાદ, વાવ, સુઇગામ, અમીરગઢ, ડીસા અને ધાનેરામાં ભાજપનું સાશન છે. જેમાં બીજી ટર્મમાં કેટલીક તાલુકા પંચાયતમાં સત્તા પરિવર્તન થવાના એધાન વર્તાઇ રહ્યા છે. 

લાખણી તાલુકા પંચાયતની ચુંટણી મુલત્વી 

બનાસકાંઠા જિલ્લામાં કુલ ૧૪ તાલુકા પંચાયત આવેલી છે. જેમાં લાખણી તાલુકા પંચાયતમાં બજેટના મંજુર થવાને લઇ અહીં બજી ટર્મની ચુંટણી પર મનાઇ હુકમ છે. 



No comments:

Post a Comment