
સચિવાલયમાં 28 કર્મચારી કોરોનાથી સંક્રમિત થયાં
અમદાવાદ, તા. 12 સપ્ટેમ્બર, 2020, શનિવાર
ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે ત્યારે પાટનગર ગાંધીનગર પણ કોરોનાથી બાકાત રહી શક્યુ નથી. તેમાં ય હવે સચિવાલયમાં કોરોનાએ એન્ટ્રીકરી છે. સચિવાલયમાં વિવિધ સરકારી વિભાગોની કચેરીમાં કુલ 28કર્મચારીઓને કોરોના પોઝિટીવ થયો છે.
સચિવાલયમાં મંત્રીઓથી માંડીને વિવિધ સરકારી કચેરીઓમાં કર્મચારીઓ પણ કોરોનાનો શિકાર બનવા માંડયા છે તે જોતાં હવે સચિવાલયમાં વિવિધ વિભાગોમાં કર્મચારીઓના રેપિડ ટેસ્ટ કરવામાં આવી રહ્યાં છે. અત્યારે આરોગ્ય વિભાગની 12 ટીમો સચિવાલયમાં કર્મચારીઓના ટેસ્ટ કરી રહી છે.
સચિવાલયમાં જુદા જુદા સરકારી વિભાગોમાં તા.4 સપ્ટેમ્બરથી માંડીને તા.11 સપ્ટેમ્બર સુધીમાં કુલ મળી 3170 ટેસ્ટ કરવામાં આવ્યાં છે તે પૈકી 28 કર્મચારીઓને કોરોના પોઝિટીવ થયા હોવાનુ નિદાન થયુ છે. ઉલ્લેખનીય છેકે, મુખ્યમંત્રી કાર્યાલયના કર્મચારી પણ કોરોનાનો શિકાર બન્યા છે.
No comments:
Post a Comment