મહેસાણા લેન્ડ રેકર્ડ કર્મચારી વર્ગ-3ના કર્મીઓનો ધરણા દ્વારા વિરોધ - NEWS E HUB

Slider Widget

Friday, 11 September 2020

મહેસાણા લેન્ડ રેકર્ડ કર્મચારી વર્ગ-3ના કર્મીઓનો ધરણા દ્વારા વિરોધ

મહેસાણા, તા.10 સપ્ટેમ્બર 2020, ગુરૂવાર

દાહોદ દ્વારા કલેક્ટર દ્વારા ૭ જુલાઈના રોજ સિનિયર સર્વેયર તેમજ સીટી સર્વે સુપ્રિન્ટેન્ડેન્ટ ગોધરા જેઓ ડીઆઈએલઆર દાહોદનો વધારાનો ચાર્જ સંભાળે છે. કેબીનમાં બોલાવી માર મારવા મામલે લેન્ડ રેકર્ડ કચેરીના રાજ્યના કર્મચારીઓમાં રોષ સાથે નારાજગી જોવા મળી રહી છે. મહેસાણા ખાતે પણ લેન્ડ રેકર્ડ કચેરીના કર્મચારીઓ દ્વારા ઘટના બાદ ન્યાયની માંગ સાથે કાળી પટ્ટી ધારણ કરી વિરોધ નોંધાવ્યો હતો. જોકે ત્યારબાદ આજથી દરરોજ ત્રણ કર્મચારી દ્વારા ધરણા કાર્યક્રમનો પ્રારંભ કરાયો છે. જેમાં આજે ગુજરાત રાજ્ય લેન્ડ રેકર્ડ વર્ગ-૩ કર્મચારી મહામંળના પ્રમુખ સહિત ત્રણ કર્મચારીઓ ધરણા પર બેઠા હતા.

દાહોદ કલેક્ટર દ્વારા પોતાની કેબીનમાં બોલાવી બન્ને કર્મચારીઓને ઢોર માર મારવાના પડઘા સમગ્ર રાજ્યમાં પડયા છે. તો આ ઘટનામાં ભોગ બનનાર એક કર્મીના પિતાએ માનવ અધિકાર આયોગમાં ફરિયાદ પણ કરી છે.

મહેસાણા ખાતે પણ લેન્ડ રેકર્ડ કચેરીના કર્મચારીઓ દ્વારા દાહોદ કલેક્ટરની બદલી અને તેમની સામે ફરિયાદ નોંધો ની માંગ  સાથે એક માસથી કાળી પટ્ટી ધારણ કરી ફરજ નિભાવી હતી. જોકે સમગ્ર  રાજ્યમાં કર્મચારીઓ દ્વારા વિરોધ નોંધાવવા છતાં કોઈ હકારાત્મક નિર્ણય ન લેવાતા મહેસાણામાં ગુજરાત રાજ્ય લેન્ડ રેકર્ડ વર્ગ-૩ કર્મચારી મહામંડળ મહેસાણા દ્વારા આજથી કચેરી બહાર સોશિયલ ડિસ્ટન્સ સાથે ધરણાનો કાર્યક્રમની શરૃઆત કરી હતી. કોરોનાના સંક્રમણના પગલે મહામંડળ દ્વારા દરરોજ ત્રણ કર્મચારીઓએ ધરણા પર બેસવાની સુચના પગલે આજથી જિલ્લા પ્રમુખ અરવિંદજી સોલંકી, પ્રતિક દેસાઈ અને અપુલ પરમાર ધરણા પર બેઠા હતા. ૧૫ સપ્ટેમ્બર સુધી આ કાર્યક્રમ થવાનો છે. જોકે તેમ છતાં ન્યાય ન મળે તો માસ સીએલ સહિતના કાર્યક્રમો કરવામાં આવશે.


No comments:

Post a Comment