નવી શિક્ષણ નીતિના અમલ માટે સરકારે ટાસ્કફોર્સ કમિટી રચી - NEWS E HUB

Slider Widget

Tuesday, 8 September 2020

નવી શિક્ષણ નીતિના અમલ માટે સરકારે ટાસ્કફોર્સ કમિટી રચી


અમદાવાદ, તા. 7 સપ્ટેમ્બર, 2020, સોમવાર

કેન્દ્ર સરકાર દ્વારા નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ મંજૂર કરાયા બાદ રાજ્ય સરકારે નવી શિક્ષણ નીતિનો અમલ કરનારૂ ગુજરાત પહેલુ રાજ્ય બનશે તેવી જાહેરાત કરી છે ત્યારે નીતિના અમલ માટે ટાસ્કફોર્સ કમિટીની રચના કરવામા આવી છે.

નવી નેશનલ એજ્યુકેશન પોલીસી અંતર્ગત ઉચ્ચ શિક્ષણને લગતી તમામ નવી જોગવાઈઓનો કઈ રીતે ઝડપથી અમલ થાય અને રાજ્યમાં તબક્કામાં કેવી રીતે અને કેટલા સમયમાં અમલ કરી શકાય તે માટેનો રોડમેપ તૈયાર કરવા સરકારે આ ટાસ્કફોર્મ સમિત રચી છે.

આ સમિતિના ચેરમેન તરીકે શિક્ષણમંત્રી રહેશે અને અન્ય 12 કમિટી મેમ્બર નિમવામા આવ્યા છે. જેમાં જીટીયુના કુલપતિ, ગુજરાત યુનિ.ના કુલપતિ તથા આઈઆઈટીના ડાયરેકટર અને અન્ય કેટલીક પ્રાઈવેટ યુનિ.ના કુલપતિઓ તેમજ સંચાલકોને નિમવામા આવ્યા છે. આ કમિટીમાં મેમ્બર તરીકે હાયર એજ્યુકેશન ડાયરેકટર પણ રહેશે અને એક સાયન્સ કોલેજના આચાર્ય તથા કેસીજી એડવાઈઝર પણ છે. 

મહત્વનું છે કે દરેક બાબતમાં નંબર.1 રહેવાની લ્હાયમાં મોટા ઉપાડે એજ્યુકેશન પોલીસીના અમલમાં પણ ગુજરાત પ્રથમ રહેશે તેવી જાહેરાત તો કરાઈ છે પરંતુ ગુજરાતમાં પહેલેથી જ ઉચ્ચ શિક્ષણમાં ખામીઓ છે તેને દૂર કરવાની જરૂર છે અને અગાઉ શરૂ કરાયેલા એક પણ પ્રોજેક્ટનો પુરતો અભ્યાસ થયો નથી ત્યારે નવી શિક્ષણ નીતિનો અભ્યાસ કેટલો થશે?ઉપરાંત માત્ર ઉચ્ચ શિક્ષણ માટે જ કેમ ટાસ્કફોર્મ સમિતિ? નવી શિક્ષણ નીતિમાં સૌથી વધુ ભાર પ્રાથમિક શિક્ષણ-સ્કૂલ શિક્ષણ પર મુકવામા આવ્યો છે .

ઉચ્ચ શિક્ષણમાં પણ કેટલાક મહત્વના ફેરફારો છે ત્યારે જો ઉચ્ચ શિક્ષણમાં નવી નીતિના ઝડપી અને સુચારૂ-સુવ્યવસ્થિત અમલ માટે આટલા બધા સભ્યોની ટાસ્ક ફોર્સ કમિટી રચાતી હોય તો પ્રાથમિક શિક્ષણમાં તો અનેક મહત્વના ધરમૂળથી ફેરફારો છે.જેની જોગવાઈઓના અભ્યાસ માટે ટાસ્ક ફોર્સ કમિટી ક્યારે રચાશે ?


No comments:

Post a Comment