બનાસકાંઠાના ગૌશાળા સંચાલકો સરકાર સામે આક્રમક મૂડમાં - NEWS E HUB

Slider Widget

Friday, 11 September 2020

બનાસકાંઠાના ગૌશાળા સંચાલકો સરકાર સામે આક્રમક મૂડમાં

મહેસાણા, થરાદ, દિયોદર તા.10 સપ્ટેમ્બર 2020, ગુરૂવાર

બનાસકાંઠા જિલ્લામાં ગૌશાળાના સંચાલકો અને સરકાર વચ્ચે ગાયોના સહાય બાબતે સમાધાન ન થતાં આખરે બનાસકાંઠા જિલ્લાના ગૌશાળાના સંચાલકોએ સરકાર સામે બાંયો ચડાવી અને ગૌશાળાની ગાયોને રોડ ઉપર છોડી મુકતા હાઈવે ચક્કાજામ કરી સરકાર સામે સંચાલકોએ સૂત્રોચ્ચાર કરી સરકારને ભીંસમાં લેવાનો પ્રયાસ કરાયો હતો. જોકે વહિવટી તંત્ર દ્વારા પણ તાત્કાલિક પોલીસને ઘટનાસ્થળે દોડાવી હાઈવે પર પોલીસ બંદોબસ્ત તેમજ કોઈ અનિચ્છનીય ઘટના ના બને તેના માટે પોલીસ કાફલો ગોઠવવામાં આવ્યો હતો. 

બનાસકાંઠા જિલ્લા ગૌશાળાના સંચાલકો અને સરકાર વચ્ચે સમાધાન ના થતા આખરે સંચાલકોએ ગાયોને હાઈવે ઉફર છોડી દેતા વહિવટી તંત્રમાં દોડધામ મચી હતી. જ્યારે વાવના ઢીમા શ્રીરામ આસરા ધરણીધર ગૌશાળાની ગાયોને ઢીમા ચારરસ્તા ઉપર છોડી સરકાર સામે સંચાલકોએ સુત્રોચ્ચાર કરતાં સ્થાનિક પોલીસ દ્વારા હાઈવે ઉપર ટ્રાફીક ના સર્જાય અને કોઈને હાલાકી ના પડે તેના માટે ગાયોને રોડ ઉફરથી હટાવવામાં આવી હતી. જ્યારે શ્રીરામ આસરા ધરણીધર ગૌશાળાના સંચાલક અને ઢીમા મહંત જાનકીદાસ બાપુએ જણાવ્યું હતું કે સરકારની મોટી મોટી જાહેરાતોને લઈને ગૌશાળામાં જે ફંડ અને ઘાસ પહેલા આવતું હતું તે અત્યારે નથી આવતું. જેમ કોરોનામાં લોકોની સરકારે સેવા કરી છે તેવી રીતે સેવા ગાયોની કરે જે ગાય દીઠ રકમ આપવાની છે તે આપે. બાપુએ આક્ષેપ સાથે જણાવ્યુ ંહતું કે ગાયો માટે અમારે રજૂઆત કરવાની પણ છૂટ નથી. આ તો કેવી લોકતાંત્રિક રીત કહેવાય? ગાયો છોડવામાં સરકાર બળ પ્રયોગ કરે છે. પોલીસ પણ દમન ના કરે તેના માટે અમે એસ.ડી.એમ.ને રજૂઆત પણ કરી હતી. ગાયો માટે સરકાર સામે અમે રજૂઆત પણ નથી કરી શકતા. સરકાર અમારી માંગ નહી સ્વીકારે ત્યાં સુધી દિન પ્રતિદિન ગાયો માટે ઉગ્ર આંદોલન થતા રહેશે.

ગૌશાળાના સંચાલકો લાલઘૂમ, આંદોલન બન્યું ઉગ્ર
દિયોદર ગૌશાળામાંથી 500થી વધુ મૂંગા પશુઓને રસ્તા પર છોડી મુક્યા
લોકડાઉનના કારણે ગૌ-શાળાઓ ચલાવવી મુશ્કેલઃ સરકાર સહાય નહી ચુકવે તો ઘાસચારો ક્યાંથી લાવવો?

બનાસકાંઠા જિલ્લામાં વિવિધ માંગણીને લઈ ગૌશાળાના સંચાલકો દ્વારા તમામ ગૌશાળામાંથી ગાયો મૂંગા પશુઓને રસ્તા અને સરકારી કચેરી આગળ છોડી મૂકી આંદોલન શરૃ કરવામાં આવ્યું છે. જેમાં આ આંદોલન વધુ ઉગ્ર બની રહ્યું છે. 

ગુરૃવારે દિયોદર તાલુકાની અનેક વિવિધ ગૌશાળા તેમજ ખોડાઢોર પાંજરાપોળમાંથી પણ સંચાલકોે સહાયની માંગ સાથે ગાયો મૂંગા પશુઓ રસ્તા પર છોડી મૂકતા તંત્ર દોડતું થયું હતું. આજરોજ ગૌ શાળા આગળ પોલીસ તંત્રના ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાંઆવ્યો હતો. જેમાં સંચાલકોએ ગૌશાળામાંથી ગાયો અને મૂંગા પશુઓ રસ્તા પર છોડી દેતા એક સમય રસ્તા પર ગાયો રઝળતી જોવા મળી આવી હતી. આ બાબતે સંચાલક જે.બી.દોશીએ જણાવેલ કે હાલ વર્તમાન સમય અને કોરોના વાઈરસની મહામારી વચ્ચે જિલ્લાની તમામ ગૌ શાળામાં આવકમાં મોટો ઘટાડો થયો છે. જેમાં આવક ના હોવાથી ગૌશાળા અને પાંજરાપોળ ચલાવી ઘણી મુશ્કેલ બની છે. જેમાં સરકાર મદદરૃપ થશે તેવી આશા હતી. પરંતુ સરકાર અમારી સહાયની રજૂઆત સાંભળતી નથી. જેથી અમોએ ગાયોને રસ્તા પર છોડી મૂકી છે.


No comments:

Post a Comment