મહેસાણાથી પાલનપુર છ માર્ગીય બનાવવા મુદ્દે ઉનાવાના પૂર્વ સરપંચ સહિત ખેડૂતોની ચિમકી - NEWS E HUB

Slider Widget

Friday, 11 September 2020

મહેસાણાથી પાલનપુર છ માર્ગીય બનાવવા મુદ્દે ઉનાવાના પૂર્વ સરપંચ સહિત ખેડૂતોની ચિમકી

ઊંઝા, તા.10 સપ્ટેમ્બર 2020, ગુરૂવાર

મહેસાણાથી પાલનપુર સ્ટેટ હાઈવે છ માર્ગીય બનાવવાની ચાલી રહેલી કામગીરીમાં જમીન સંપાદન મામલે ઉનાવામાં ખેડૂતોની મરજી કે સંમતિ વિના રોડ માટે જરૃરી જમીન તાત્કાલિક ધોરણે ખાલી કરવા મૌખિક સુચનાઓ આપતાં ખેડૂતોમાં ભારે આક્રોશ ફેલાયો છે. અગાઉ ચાર માર્ગીય હાઈવૈ તૈયાર તયો તેમાં સંપાદિત જમીનોનું વળતર હજુ સુધી ખેડૂતોને મળેલ નહિ હોવાની વ્યાપક રાવ સામે ફરીથી છ માર્ગીય રોડ માટે જમીન સંપાદનની કામગીરી દાદાગીરીપૂર્વક તંત્ર દ્વારા કરવામાં આવતા ઉનાવાના પૂર્વ સરપંચ સહિત ખેડૂતોે ચીમકી આપતા મામલો ગરમાયો છે.

આ સંદર્ભે ઉનાવા ગ્રામ પંચાયતના પૂર્વ સરપંચ વસ્તારામે રાજ્ય માર્ગ વિભાગને લેખિત નોટિસ પાઠવીને રજુઆત કરી છે કે મહેસાણા, પાલનપુર વચ્ચે છ માર્ગીય રોડ તૈયાર કરવા માટે હાલમાં ઉનાવા પાસે ચાલી રહેી જરૃરી જમીનના સંપાદનમાં ખેડૂતોની મરજી વિરુધ્ધ તેમની જમીનો ખાલી કરવા મૌખિક સુચનાઓ આપતાં ખેડૂતોમાં ભારે આક્રોશ ફાટી નીકળતાં આંદોલન થવાના એંધાણ સર્જાયા છે. પૂર્વ સરંપચના જણાવ્યા પ્રમાણે વર્ષો અગાઉ ચારમાર્ગીય રોડ તૈયાર કર્યો તે સમયે જમીન સંપાદન કરી હતી. તે ખેડૂતોને હજુ સુધી વળતર પણ આપવામાં આવેલ નથી. વળતર માટે અનેક રજુઆતો થતાં ખેડૂતોને સાંભળનાર કોઈ નથી અને હવે ફરીથી છ માર્ગીય રોડ તૈયાર કરવા માટે ફરીથી જમીન સંપાદનમાં ખેડૂતોની સમતિ લીધા વિના માત્ર મૌખિક સુચનાઓ આપી દાદાગીરી થઈ રહી હોવાથી પૂર્વ સરપંચે નોટિસ આપી છે કે અમારી જમીનો ઉપર કાયદેસરની કાર્યવાહી વિના  ઉપયોગમા ંલેવામાં આવશે તો નાછુટકે નામદાર હાઈકોર્ટમાં રીટ પીટીશન દાખલ કરવાની ફરજ પડશે તેવી ચીમકી આપતા જમીન સંપાદન મામલે સરકારની કાર્યશૈલીથી ખેડૂતો ભડકતાં મામલો ગરમાયો છે.


No comments:

Post a Comment