ભુજ,શનિવાર
કચ્છ જિલ્લામાં થયેલ ભારે વરસાદ થી નુકસાની તાથા પ્રજાને થઇ રહેલ તકલીફ બાબતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખની સૂચનાથી દસાડાના ધારાસભ્ય તાથા કચ્છ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ યજુવેન્દ્ર સિંહ જાડેજાની ટીમ દ્વારા કચ્છ જિલ્લાના પ્રવાસનું આયોજન કરવામાં આવ્યુ હતુ.
જેના ભાગરૃપે આજે માં રુદ્રાણીના દર્શન બાદ લોરીયા ચેકપોસ્ટ ત્યારબાદ નખત્રાણા તાલુકાના વરસાદાથી અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત તાથા નિરોણા, વિરાણી, નખત્રાણા વિસ્તારમાં ખેડૂતોને થયેલ નુકસાનની સમીક્ષા તાથા મુલાકાત બાદ લખપત તાલુકામાં વરસાદાથી અસરગ્રસ્ત દયાપર, માતાનામઢ પંથક માં ખેડૂતોને થયેલ નુકસાનીની વિગતો મેળવી હતી. ત્યારબાદ માતાનામઢાથી નલીયા રોડ તાથા મોટી ચરોપડીના માધરા ડેમ તાથા અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત તેમજ તૂટી ગયેલા માર્ગ તાથા જળાશયો તાથા અસરગ્રસ્ત ખેડૂતો,ખેત મજુરો,પ્રજાજનો સાથે મુલાકાત કરી ચિતાર મેળવ્યો હતા. ખાસ કરીને મોટી ચરોપડી અબડાસાના મોટી ચારોપડીનું મંધરા ડેમ જે ડેમમાં ૧૫૦૦થી ૨૦૦૦ એકર પિયત થાય છે તે જળાશય ની ભારે વરસાદાથી પાડ તૂટી જતા ખૂબ તારાજી સર્જાયેલ છે. નવાઇની વાત તો એ છે કે આ આટલા મોટા જળાશયને નુકસાન બાદ પણ ગુજરાતની સરકાર કે સિંચાઈ વિભાગે આ ડેમ સાઇટ ની મુલાકાત લીધી પણ નાથી. આ બાબતે અબડાસા પંથકમાં તાથા ગ્રામજનો ખૂબ આક્રોશ છે. આ પ્રવાસ દરમિયાન જિલ્લા કોંગ્રેસના આગેવાનો-સૃથાનિક કાર્યકરો સાથે રહ્યા હતા.
No comments:
Post a Comment