
અભિનેતાના નિધન પર સમગ્ર બોલીવૂડ શોકમાં ગરકાવ થયું છે. સંજય દત્ત, નવાઝુદ્દીન સિદ્દીકી, દિશા પટણી સહિતના સ્ટાર્સે સુશાંત સિંહેના શ્રદ્ધાંજલિ પાઠવી છે. બોલીવૂડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતે 34 વર્ષની વયે મુંબઈના પોતાના ઘરે આત્મહત્યા કરી લીધી છે. અભિનેતાના નિધન પર સમગ્ર બોલીવૂડ શોકમાં ગરકાવ થયું છે. સંજય દત્ત, નવાઝુદ્દીન સિદ્દીકી, દિશા પટણી સહિતના સ્ટાર્સે સુશાંત સિંહેના શ્રદ્ધાંજલિ પાઠવી છે.બોલીવૂડ અભિનેતા સંજય દત્તે અભિનેતાના નિધન પર દુખ વ્યક્ત કર્યું છે. સંજય દત્તે ટ્વિટ કરતા લખ્યુ, 'શબ્દો નથી મળી રહ્યા. સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુ વિશે સાંભળીને દુઃખ થયું. તેમના પરિવારને મારી સહાનુભૂતી.અભિનેતા નવાઝુદ્દીન સિદ્દીકીએ પણ અભિનેતા સુશાંત સિંહના નિધન પર દુખ વ્યક્ત કર્યું છે. નવાઝુદ્દીને લખ્યું, 'મને ભરોસો નથી થતો, આ ઘણું શોકિંગ છે. સુંદર એક્ટર અને સારા મિત્ર આ દિલ તોડનારું છે દોસ્ત તેમના પરિવાર અને મિત્રોને હિંમત આપે.
No comments:
Post a Comment