સૌરાષ્ટ્રમાં કોરોના અનલોક : રાજકોટ જામનગર, જુનાગઢ જિ.માં 37 કેસો! - NEWS E HUB

Slider Widget

Wednesday, 1 July 2020

સૌરાષ્ટ્રમાં કોરોના અનલોક : રાજકોટ જામનગર, જુનાગઢ જિ.માં 37 કેસો!

- અમરેલી જિલ્લામાં વધુ ત્રણ કેસો, માણાવદરમાં પણ કોરોનાનો કેસ નોંધાયો

- આજથી હોટલ-દુકાનોને વધુ સમયની છૂટછાટો છે ત્યારે મહામારીની ચિંતાજનક સ્થિતિ  


રાજકોટ,તા.30 જૂન 2020, મંગળવાર

લોકડાઉન પછી આજે  અનલોક-1 પૂરું થયું છે ત્યારે આખરી દિવસે સૌરાષ્ટ્રમાં કોરોના અનલોક થયો હતો અને કેસોની સંખ્યામાં 50થી 100 ટકાનો વધારો થયો છે. આજે સૌરાષ્ટ્રના માત્ર ત્રણ જિલ્લામાં જ કોરોનાના કેસોની સંખ્યા 37ને આંબી ગઈ છે જેમાં જુનાગઢ  જિલ્લામાં એક દિવસમાં જ 14 કેસો, રાજકોટમાં 13 કેસો અને જામનગરમાં 10 કેસો નોંધાયા છે.તો સૌરાષ્ટ્રમાં 42થી વધુ કેસો નોંધાયા છે. 

જુનાગઢમાં એક દિવસમાં 14 કેસો: ધોરાજીમાં 5 કેસો,  મોરબીમાં વધુ 2 કેસ, ખંભાળિયામાં કોરોનાથી મૃત્યુ 

જુનાગઢમાં કાળા પાણીની સીડીમાં 38 વર્ષનો પુરુષ, સુંદરવન સોસાયટી-જોષીપરામાં 50 વર્ષના પ્રૌઢ, શક્તિનગર-1માં 27 વર્ષનો યુવાન, વૃંદાવન સોસાયટીમાં 67 વર્ષના વૃધ્ધ, જોષીપરામાં અશ્વીનીનગર, શ્યામ એપાર્ટમેન્ટમાં 50 વર્ષના પ્રૌઢ, શ્રીનાથ નગરમાં 29 વર્ષની યુવતી, સુભાષનગરમાં 60 વર્ષના મહિલા, નીલ માધવ એપાર્ટમેન્ટમાં 62 વર્ષીય વૃધ્ધ, ખાનગી હોસ્પિટલમાં ફરજ બજાવતી 21 વર્ષીય યુવતી તથા જિલ્લામાં માણાવદરમાં 24 વર્ષીય યુવતી, ભેંસાણ મેંદપરાના 35 વર્ષના યુવાન સહિત 14 કેસો નોંધાયા છે. એક યુવતી અને તેના મંગેતર બન્નેના પોઝીટીવ રિપોર્ટ આવ્યાનું જણાવાયું છે. 

રાજકોટ જિલ્લામાં આજે એક દિવસમાં 13  પોઝીટીવ કેસો નોંધાયા છે. રાજકોટ શહેરમાં (1) મવડી મેઈનરોડ પર રહેતા જયસુખભાઈ જમનભાઈ સાંગાણી (ઉ.49), (2) રસીલાબેન દિલિપભાઈ સગપરીયા (ઉ.50 રહે.માયાણી ચોક) (3)  નલીનીબેન દઢાણીયા (ઉ.68 રહે. બી-1002, કિંગ્ઝ હાઈટ, અમીનમાર્ગ) (4) રતનબેન કેશવભાઈ દવે (ઉ.60 રહે.દૂધસાગર રોડ, વિમા દવાખાના પાછળ) (5) રોશનબેન નૌશાદભાઈ મીર (ઉ.50 રહે.આમ્રપાલી, નહેરુનગર) તથા સાંજે વધુ બે કેસોમાં (6) હસમુખભાઈ મોહનભાઈ માણેક (ઉ.68 રહે. સોપાન હાઈટ્સ, રૈયારોડ) અને જયાબેન કેશુભાઈ સગપરીયા (ઉ.વ.63 રહે.કોઠારીયા) એમ સાત કેસો નોંધાયા હતા. 

જ્યારે ધોરાજીમાં એક દિવસમાં 5 કેસોથી હાહાકાર ફેલાયો છે. ધોરાજીમાં ખરાવાડ પ્લોટ, સ્ટેશન પ્લોટ વિસ્તાર, બસ સ્ટેશન પાસે મંડાણવાળી શેરી, જેતપુર રોડ ગોકુલપાનવાળી શેરીમાં, બહારપુરા વિસ્તારમાં કેસો નોંધાતા લોકોમાં ભય ફેલાયો છે. જ્યારે ગોંડલમાં જામવાડી રહેતા જયંતિભાઈ બચુભાઈ મકવાણાને કોરોના પોઝીટીવનો રિપોર્ટ આવ્યો છે.  

જામનગરમાં (1) વધુ એક તબીબ ડો.વિહંગ અમીન  (રહે.ન્યુ પીજી હોસ્ટેલ) ઉપરાંત (2) 21-દિગ્વિજય પ્લોટમાં 67 વર્ષના વૃધ્ધ (3) આનંદ કોલોનીડેન્ટલ કોલેજ પાછળ 60 વર્ષના વૃધ્ધ (4) રાધેકૃષ્ણ પાર્કમાં 60 વર્ષીય મહિલા (5) ખોડીયારકોલોની, ક્રિષ્ણા સ્કૂલ પાસે, ગ્રીન રેસીડેન્સીમાં 65 વર્ષના મહિલા (6) એરફોર્સ ગેઈટ, સત્યમ કોલોાની, અક્ષરધામ એપાર્ટમેન્ટમાં 50 વર્ષના મહિલા (7) દરબારગઢ, રાણાનો ડેલામાં રહેતા 72 વર્ષના વૃધ્ધા (8) નેશનલ પાર્ક શેરી નં.4માં રહેતા 60 વર્ષના વૃધ્ધ (9) ચાંદી બજાર, મોટી પોસ્ટ ઓફિસ પાછળ 55 વર્ષના મહિલા સહિત 10 કેસો નોંધાયા છે. જામનગરમાં 13 સંક્રમિત તબીબો પૈકી 10 સાજા થઈને ફરજ પર ચડયા છે તો 3 સારવારહેઠળ છે. જામનગર જિલ્લામાં આ સાથે કૂલ કેસોની સંખ્યા 210 પર પહોંચી છે  જેમાં 74 દર્દીઓ દાખલ છે. 

મોરબીમાં કબીર ટેકરી વિસ્તારમાં 75 વર્ષના વૃધ્ધને કોરોના પોઝીટીવ કેસ આવ્યો છે તો ગીર સોમનાથ જિલ્લામાં પણ આજે એક કેસ નોંધાયો છે તો મોરબીના અવની ચોકડી વિસ્તારના રહેવાસી યુવા ડોક્ટરનો રિપોર્ટ પોજીટીવ આવ્યો છે. આ પહેલા પુનિતનગરના યુવાનનો પોઝીટીવ કેસ આવ્યો હતો. 

ખંભાળિયામાં મુંબઈથી આવેલા બ્રાહ્મણ વૃધ્ધાનો પખવાડિયા પહેલા કોરોના પોઝીટીવ રિપોર્ટ આવ્યો હતો જેમનું આજે મૃત્યુ થયાનું જાહેર થયું છે. આ સાથે જિલ્લામાં મૃત્યુ આંક 2 થયો છે. તો મુંબઈના ભીવંડીથી ખંભાળિયા તાલુકામાં આવેલા એક વૃધ્ધનો કોરોના પોઝીટીવ આવ્યો છે. તો માણાવદરમાં બાંટવા રોડ પર મયુરીબેન અશોકભાઈ  નામની 24 વર્ષની યુવતીને કોરોના પોઝીટીવ આવેલ છે. 

અમરેલી જિલ્લામાં કોરોનાએ હાહાકાર મચાવવાનું જારી રાખ્યું છે, આજે ખાંબાના રાણીંગપરના 49 વર્ષના પ્રૌઢ, સાવરકુંડલાના 24 વર્ષના યુવાન અને વંડાના 51 વર્ષના પ્રૌઢને કોરોનાનું નિદાન થયું છે. આ સાથે કૂલ 83 કેસો થયા છે જેમાં 6ના મૃત્યુ થયા છે. 


No comments:

Post a Comment