કચ્છમાં કોરોના મહામારીના કારણે મનોરોગના દર્દીઓમાં પણ વધારો - NEWS E HUB

Slider Widget

Wednesday, 1 July 2020

કચ્છમાં કોરોના મહામારીના કારણે મનોરોગના દર્દીઓમાં પણ વધારો


ભુજ, તા. 30 જૂન 2020, મંગળવાર

કચ્છમાં કોરોનાના સતત વિચારો અને લોકડાઉન બાદ અનલોકમાં મોટાભાગની બજારો ખુલ્લી ગઈ હોવા છતાં જિલ્લામાં જુના મનોરોગીઓ સાથે નવા દર્દીઓમાં નોંધપાત્ર વધારો થતા વેઈટીંગમાં નામ લખાવવા લોકો તૈયાર થતા હોવાનું જાણવા મળ્યું છે. 

આ બાબતે મનોચિકિત્સકના મતે જુના મનોરોગીઓને આમ તો કોઈ તકલીફ નથી પરંતુ કોરોનાના કારણે બીક લાગતી હોવાનું જણાવે છે અને એ જ વિચારો અને ચિંતાના કારણે પાછા હુમલા આવે છે. ઘણી વખત દર્દીને ખેંચ શરૂ થઈ જાય અને બેભાન થઈ જાય તથા શરીર પણ દુ:ખવા માંડે છે. તબીબના કહેવા મુજબ ઘણા વ્યસનકારોએ લોકડાઉનમાં વ્યસન તો છોડી દીધા પરંતુ કાલ્પનીક પરેશાની ભોગવી રહ્યા છે અને ચિત્ર-વિચિત્ર વર્તન કરતા થઈ જાય છે. 

બીજીબાજુ પ્રથમ લોકડાઉન અને હવે સમય મર્યાદાના કારણે કામ ન હોવાથી માનસિક રોગી વધી ગયા છે. આવા દર્દીને તબક્કાવાર દવાની સારવાર અને સમજણ અને સારવાર માટે સરકારી માનસિક આરોગ્ય કેન્દ્રની ભલામણ પણ કરાય છે. માનસિક રોગમાં આવેલા ઉછાળા માટે લોકોની આર્થિક હાલત કફોડી બનતા પરિવારનું ગુજરાન ચલાવવું સામાજિક વ્યવહાર સહિતની ચિંતાઓ મુખ્ય હોવાનું જણાવે છે.

હજુ જિલ્લાના આંતરીયાળ ગામોની એસ.ટી. સુવિધા ન મળતા ગ્રામ્ય વિસ્તારમાંથી લોકડાઉન અગાઉ નિયમીત સારવાર માટે આવતા ઘણા દર્દીઓ ટેલીફોનીક વાતચીત દરમિયાન ઉંઘ ન આવતી હોવાની રાત્રે અચાનક આંખ ખુલી જતા કોઈ અજાણ્યો ભય લાગતો હોવાનું બતાવી રહ્યા છે. એકંદરે વર્તમાન મહામારીના કારણે પ્રથમ લોકો ઘરમાં બેસવું પડયું ઉપરાંત લોકડાઉનની કામ ધંધા પર માઠી અસર થતા મોટાભાગના કચ્છીઓ મુખ્યત્વે આર્થિક તૂટી ગયા હોવાથી વધુ વિચારે ડિપ્રેશનમાં હોવાથી ઘણા દર્દીઓ ડિપ્રેશનથી બહાર આવવા નિયમીત દવા લેવાનું શરૂ કર્યું છે.


No comments:

Post a Comment