અમદાવાદ, તા. 7 સપ્ટેમ્બર 2020 સોમવાર
કોરોનાનાં કહેર વચ્ચે ગુજરાત સરકાર દ્વારા અનલૉક-4ની ગાઇડલાઇન બહાર પાડવામાં આવી હતી. જેના અંતર્ગત સરકાર દ્વારા અનલૉક-4ની ગાઇડલાઇન અનુસાર હવે સરકારી બસો બાદ મેટ્રો સેવા પણ શરૂ થઇ રહી છે.
દેશભર સહિત આજથી અમદાવાદમાં મેટ્રો સેવા પુન: શરૂ કરવામાં આવી રહી છે. મહત્વનું છે કે, લૉકડાઉનને લઇને 25 માર્ચથી મેટ્રો ટ્રેન બંધ કરી દેવામા આવી હતી.
દેશભરમાં 169 દિવસ બાદ ફરી મેટ્રો સેવા શરૂ કરવામાં આવી છે. ત્યારે રાજ્યના અમદાવાદમાં પણ મેટ્રો રૂટ ચાલુ કરવામાં આવ્યાં છે. શહેરમાં સવારે 11 થી 12.10 કલાક મેટ્રો ચાલશે. જ્યારે સાંજે 4.25 થી 5.10 કલાક સુધી મેટ્રો ટ્રેનની સેવા મળશે.
No comments:
Post a Comment