અમદાવાદ, તા. 7 સપ્ટેમ્બર 2020 સોમવાર
રાજ્યમાં વરસાદને લઇને હવામાન વિભાગે આગાહી કરી છે. થોડા સમયના વિરામ બાદ રાજય પર ફરી વરસાદી સિસ્ટમ સક્રિય થઇ રહેલી જોવા મળી છે.
હવામાન વિભાગની આગાહી મુજબ આગામી બે દિવસ બાદ દક્ષિણ ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદ પડે તેવી શક્યતા છે. દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી, ભરૂચ, દાદરાનગર હવેલીમાં મધ્યમથી ભારે વરસાદ પડે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
ગુજરાતમાં પડેલા સાર્વત્રિક વરસાદના પગલે રાજ્યના 94 તાલુકાઓમાં સિઝનનો 40 ઇંચ વરસાદ નોંધાઈ ચૂક્યો હતો. જેમાં 103 ડેમ 100% કરતા વધુ ભરાયા હતા. આ વખતે જો કે સૌથી વધુ વરસાદ કયા જિલ્લામાં થયો તેની વાત કરીએ તો કચ્છમાં 251.66 ટકા વરસાદ નોંધાયો હતો.
No comments:
Post a Comment