ધરોઈ ડેમમાં 11475 ક્યુસેક પાણી આવતાં બે દરવાજા ખોલાયા - NEWS E HUB

Slider Widget

Monday, 7 September 2020

ધરોઈ ડેમમાં 11475 ક્યુસેક પાણી આવતાં બે દરવાજા ખોલાયા

મહેસાણા, તા.06 સપ્ટેમ્બર 2020, રવિવાર

મહેસાણાના ધરોઈ જળાશયના સ્ત્રાવ ક્ષેત્રમાં સવારે વરસાદ થવાથી ડેમમાં ૧૧૪૭૫ ક્યુસેક પાણીની આવક નોંધાતા ડેમની સપાટી ભયજનક સપાટીની નજીક પહોંચી છે. જેથી રવિવારે ડેમના બે દરવાજા ખોલવામાં આવ્યા હતા. જેમાં જમણાકાંઠાની નહેરમાં ૭૦૦ ક્યુસેક તેમજ સાબરમતી નદીમાં ૫૬૩૫ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું. સત્તાધીશો દ્વારા સાબરમતી નદી કાંઠા વિસ્તારના ૭ જેટલા જિલ્લા કલેક્ટરોને પુનઃ એલર્ટ કરવામાં આવ્યા છે.

મહેસાણાના સતલાસણા તાલુકામાં આવેલ ધરોઈ ડેમમાં રવિવારે બપોરે બે વાગ્યા સુધી ૧૧૪૭૫ ક્યુસેક પાણીની આવક નોંધાઈ હતી. જેથી ડેમની પાટી ૬૨૧.૫૦ ફૂટ પર પહોંચી છે અને ભયજનક સપાટી ૬.૨૨ ફૂટની નજીક હોઈ તેમજ ડેમના સ્ત્રાવ ક્ષેત્રમાં સવારથી વરસાદ રહેતા ડેમમાં નોંધપાત્ર પાણીની આવક થતા ધરોઈ ડેમ વિભાગ દ્વારા આવનારા સમયમાં ધરોઈ જળાશયમાં પાણીની સાંજે ૫ કલાકથી ક્રમશઃ સાબરમતી નદીમાં ૫ હજારથી ૧૦ હજાર ક્યુસેક પાણી ધરોઈ બંધના દરવાજા થકી સાબરમતી નદીમાં છોડવાની તજવીજ હાથ ધરાઈ હતી. સતત પાણીની આવક નોંધાતા રવિવારે ધરોઈ ડેમમાંથી જમણાકાંઠાની નહેરમાં ૭૦૦ ક્યુસેક તેમજ સાબરમતી નદીમાં ૫૬૩૫ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું. જેના પગલે સાબરમતી નદીમાં નવા નીર આવતા રળીયામણું દ્રશ્ય સર્જાયું હતું. જેથી ધરોઈ બંધના હેઠળ સમા સાબરમતી નદીના કાંઠા વિસ્તારોના લોકો તેમજ જાનમાલની સલામતીને લગત જરૃરી ઘટતી કાર્યવાહી કરવા ધરોઈ જળાશયના કાર્યપાલક ઈજનેર દ્વારા મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, ખેડા અને આણંદ જિલ્લા કલેક્ટરને લેખિતમાં સુચના આપી છે.


No comments:

Post a Comment