અંબાજી,તા.06 સપ્ટેમ્બર 2020, રવિવાર
અંબાજી મંદિરને વર્ષોની પરંપરા મુજબ ભાદરવી પૂનમ પૂર્ણ થયા બાદ સમગ્ર મંદિરની પાણીથી સાફ-સફાઈ કરવામાં આવે છે. ઉપરાંત માતાજીના સોના-ચાંદીના વાસણો-આભૂષણોને પણ સરસ્વતી નદીના પવિત્ર જળથી અભિષેક કરવામાં આવે છે.
અંબાજી મંદિરમાં વર્ષોથી ભાદરવી પૂનમ બાદે પ્રક્ષાલનવિધિ યોજવામાં આવે છે. જેમાં અમદાવાદના સોની પરિવાર દ્વારા સોના-ચાંદીના વાસણો માતાજીના આભૂષણોની સાફ-સફાઈ કરવામાં આવે છે તથા વર્ષમાં એક જ વાર જેની પૂજા થાય છે તેવા અદભૂત, અલૌકિક એવા માતાજીના વિસાયંત્રને જાહેર દર્શન માટે ગર્ભગૃહમાંથી બહાર કાઢવામાં આવે છે. અને માઈભક્તોના માથા ઉપર મુકવામાં આવે છે. આ વિસાયંત્રના દર્શન ભાગ્યશાળીને જ પ્રાપ્ત થાય છે. આજે પ્રથમવાર દેવસ્થાન ટ્રસ્ટના સત્તાવાળાઓની કડકાઈ કહો કે અગમચેતી કહો પ્રક્ષાલનવિધિમાં તમામ લોકો પર પ્રતિબંધ કરેલ હોઈ આજે શાંતિથી કોઈપણ જાતના કોલાહલ વગર ખૂબ જ સાદી રીતે શાંતિથી કરવામાં આવી હતી. યોગાનુયોગ પ્રથમ માતાજીના મંદિરની પ્રક્ષાલનવિધિમાં પહેલી જ વાર સવારથી જ મેઘરાજા મનમૂકીને વરસી મંદિર પર અભિષેક કર્યો હતો.
No comments:
Post a Comment