મહેસાણા, તા.05 સપ્ટેમ્બર 2020, શનિવાર
ઉત્તર ગુજરાતમાં આજે કોરોનાના કેસો પર બ્રેક લાગી હોય તેમ મહેસાણા, પાટણ બનાસકાંઠા મળી ૩૩ કેસ નોંધાયા છે. પાટણ જિલ્લામાં આજે વધુ ૧૭ પોઝિટિવ કેસ નોંધાતા જિલ્લામાં ફફડાટ પ્રસરી જવા પામ્યો છે. મહેસાણા જિલ્લામાં પણ આજે વધુ ૮ કેસ નોંધાયા હતા. જ્યારે બનાસકાંઠામાં પણ ૮ કેસ નોંધાતા ત્રણેય જિલ્લાના મળી ૩૩ કેસ જોવા મળતા આરોગ્ય તંત્ર દ્વારા પોઝીટીવ દર્દીઓને સારવાર સહિતની કામગીરી શરૃ કરવામાં આવી હતી.
મહેસાણા જિલ્લામાં કોરોનાના ૮ પોઝિટિવ કેસ નોંધાયા છે. જે પૈકી ૫ પુરુષ અને ૩ મહિલા કોરોનાગ્રસ્ત બન્યા છે.જેમાં મહેસાણા શહેરમાં ૧, કડી-૨, ઊંઝા-૩ અને વિજાપુર પંથકમાં ૨ મળી જિલ્લામાં ૮ દર્દીઓ કોરોના સંક્રમિત થયા છે. આજરોજ શનિવાર સુધી ૧૩૮૨૦ સેમ્પલ લેવાયા હતા. જેમાં ૧૨૮૮૪ નેગેટીવ જોવા મળ્યા હતા. જેમાં આજે ૮૪ સેમ્પલનું રિઝલ્ટ આવેલ છે. જે પૈકી ૮૨ સેમ્પલનું રીઝલ્ટ નેગેટિવ અને ૨ સેમ્પલના રિઝલ્ટ પોઝિટિવ આવેલ છે તેમજ અન્ય લેબ ખાતે ૬ પોઝિટિવ કેસ નોંધાયા છે.
પાટણ જિલ્લામાં કોરોનાના સતત કેસો વધી રહ્યા છે. આજે પાટણ જિલ્લામાં કોરોનાના વધુ ૧૭ કેસ નોંધાયા હતા. હારીજ-૨, ચાણસ્મા-૩, સાંતલપુર-૨, રાધનપુર-૩, પાટણ-૭ કેસ મળી જિલ્લામાં ૧૭ કોરોના સંક્રમિત થયા હતા. કોરોના સંક્રમણનો આંક જિલ્લામાં ૧૩૯૮ સુધી પહોંચી ચુક્યો છે.
બનાસકાંઠા જિલ્લામાં કોરોનાના વધુ ૮ પોઝિટિવ કેસ નોંધાયા છે. જે પૈકી ડીસા-૪, વડગામ-૧, કાંકરેજ-૧, ભાભર-૧, દિયોદર-૧ કેસનો સમાવેશ થાય છે.
No comments:
Post a Comment