
છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 137 તાલુકામાં મેઘ મહેર, સૌથી વધુ કલ્યાણપુરમાં 5 ઇંચથી વધુ વરસાદ
અમદાવાદ, તા. 13 સપ્ટેમ્બર 2020 રવિવાર
છેલ્લા 24 કલાકમાં એટલે રવિવારે સવારે 6 કલાક સુધીમાં 137 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ દેવભૂમિ દ્વારકાનાં કલ્યાણપુરમાં 5.44 ઇંચ વરસાદ નોંધાયો છે. અહીં માત્ર બે કલાકમાં 4 ઇંચથી વધુ વરસાદ નોંધાયો હતો. હવામાન વિભાગનાં મતે ગુજરાતનાં અનેક જિલ્લાઓમાં આગામી ચાર દિવસ દરમિયાન ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે.
ચોમાસાની સિઝનમાં આ વખતે 123 ટકાથી વધુ વરસાદ સાથે અતિવૃષ્ટીની સ્થિતિ સર્જાઇ છે. જેથી હવે વરસાદનું આગમન ખેડૂતોની ચિંતા વધારી શકે છે.જે બાદ છેલ્લા 24 કલાકમાં કચ્છનાં ભૂજમાં 3.56 ઇંચ વરસાદ નોંધાયો છે.
જે બાદ બનાસકાંઠાના દાંતીવાડામાં 3.28 ઇંચ, પાલનપુરમાં 2.36, માણાવદરમાં 2.36, સાબરકાંઠાના ઇડરમાં 2.32, કચ્છનાં અંજાર, દેવભૂમિ દ્વારકાના ખંભાળિયા, બનાસકાંઠાના થરાદ, જામનગરનાં ધ્રોલમાં બે ઇંચથી વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે, 'ગુજરાતમાં હાલ પશ્ચિમથી ઉત્તરપશ્ચિમ દિશાનો પવન છે.
આગાહી પ્રમાણે 13 સપ્ટેમ્બરે ખેડા, દાહોદ, પંચમહાલ, અમદાવાદ, આણંદ, બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, રાજકોટ, જુનાગઢ, દીવ, વલસાડ, નવસારીમાં વરસાદ વરસી શકે છે.
No comments:
Post a Comment