
AMA એ ગરબાને મંજૂરી ના આપવા માટે સીએમ અને ડેપ્યુટી સીએમને પત્ર લખ્યો
અમદાવાદ, તા. 13 સપ્ટેમ્બર 2020 રવિવાર
અમદાવાદ મેડિકલ એસોસિએશનએ ગરબાને પરવાનગી ના મળવી જોઈએ તેવી સ્પષ્ટતા સાથે મેદાનમાં આવ્યું છે. AMA એ ગરબાને મંજૂરી ના આપવા માટે સીએમ અને ડેપ્યુટી સીએમને પત્ર લખ્યો છે. તો બીજી તરફ આ વર્ષે ગરબા ન યોજવાની તબીબો દ્વારા માગ ઉઠી છે.
અમદાવાદ મેડિકલ એસોસિયેશનની સરકારને આ વર્ષે નવરાત્રિમાં ગરબા ન યોજવા રજૂઆત કરી છે. તબીબોએ કહ્યું કે, ગરબા કોઈ જીવન જરૂરિયાતની વસ્તુ નથી. કોરોના સંક્રમણ રોકવા માટે ગરબા ન યોજાય તે આવશ્યક છે. આ વર્ષે નવરાત્રિનું આયોજન ન કરો. એક વર્ષ માટે ગરબાનો મોહ ન રાખવા તમામ ડોક્ટર્સ દ્વારા અપીલ કરાઈ છે.
ગરબાની પરવાનગી મામલે AMA ના સુત્રોમાંથી મળતી માહિતી મુજબ , ગરબાને પરવાનગી મળે તો સોશિયલ ડિસ્ટન્સિંગ નહિ જળવાય. હાલમાં હોસ્પિટલમાં બેડ ખાલી નથી એવી સ્થિતિમાં જો પરવાનગી મળે તો પરિસ્થિતિ વિકટ બનશે. લોકો રસ્તા પર માસ્ક નથી પહેરતા તો ગરબા માસ્ક સાથે પહેરશે એ વાત શક્ય જ નથી.
બાળકો ગરબામાં મોટી સંખ્યામાં દેખાય છે, ત્યારે બાળકો માટે ગરબાનું આયોજન મુશ્કેલી સર્જશે. કોરોનાનો હાલ કોઈ સ્પષ્ટ ઈલાજ જ નથી, ત્યારે છેલ્લા 6 મહિનાથી સતત ડોક્ટરો અને અન્ય કર્મચારીઓ સતત લોકોની સારવાર કરી રહ્યા છે. ત્યારે ગરબાની પરવાનગી મહેનત વધારશે, અને સ્થિતિ વધુ બગાડશે.
No comments:
Post a Comment