કેનેડાના વિઝા આપવાના બહાને વિદ્યાર્થી સાથે 27 લાખ રૂપિયાની છેતરપિંડી
અમદાવાદ, તા. 01 સપ્ટેમ્બર 2020 મંગળવાર
ઘાટલોડિયામાં રહેતા હર્ષ. ડી. પટેલ અને તેના મિત્ર જયમીને વધુ અભ્યાસ માટે કેનેડા જવું હોવાથી તેમના એક મિત્ર મારફતે નરોડાની કેનેડા એક્સપ્રેસ હોટેલમાં ઓરાગંતી અરૂણકુમારનો સંપર્ક સાધ્યો હતો.
બાદમાં બંને વિદ્યાર્થીએ અરૂણભાઈના કહેવાથી તેમના અલગ અલગ એકાઉન્ટ નંબર માં એડવાન્સ રિફંડેબલ રકમ કોલેજમાં ભરેલ ફી મેડીકલ ચેક અપ ફિંગર પ્રિન્ટ તેમજ આવવા-જવાનો ખર્ચ મળીને કુલ રૂપિયા 27 લાખ રૂપિયા મોકલ્યા હતા પરંતુ અરૂણ કુમારે બંને વિદ્યાર્થીઓ કેનેડાના વિઝા નહીં કરી તથા પૈસા પરત ન કરી છેતરપિંડી કરતા હર્ષ પટેલ ક્રાઈમ બ્રાન્ચ માં ફરિયાદ નોંધાવી હતી. જેને આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
No comments:
Post a Comment