મહેસાણા, તા.04 સપ્ટેમ્બર 2020, શુક્રવાર
ઉત્તર ગુજરાતમાં દિનપ્રતિદિન કોરોનાના ખપ્પરમાં જકડાતું હોય તેમ લાગી રહ્યું છે અને સંક્રમણ જાણે ઘટતું જ ન હોય તેમ દિવસે ને દિવસે કોરોના પોઝિટિવ દર્દીઓનો આંક વધી રહ્યો છે. પાટણ જિલ્લામાં આજે વધુ ૩૦ પોઝિટિવ કેસ નોંધાતા જિલ્લામાં ફફડાટ પ્રસરી જવા પામ્યો છે. મહેસાણા જિલ્લામાં પણ આજે વધુ ૧૬ કેસ નોંધાયા હતા. જ્યારે બનાસકાંઠામાં ૧૩ કેસ નોંધાતા ત્રણેય જિલ્લાના મળી ૫૯ કેસ જોવા મળતા આરોગ્ય તંત્ર ભારે ચિંતિત બન્યું છે.
મહેસાણા જિલ્લામાં કોરોનાના ૧૬ પોઝિટિવ કેસ નોંધાયા છે. જે પૈકી ૧૨ પુરુષ અને ૪ મહિલા કોરોનાગ્રસ્ત બન્યા છે.જેમાં મહેસાણા શહેરમાં ૪, જ્યારે મહેસાણા તાલુકાના દેવીનાપુરા-૧, હેડુવા હનુમંત-૧ તેમજ ગોઝારિયા-૧ મળી પંથકમાં ૭ કેસ નોંધાયા હતા. જ્યારે વિસનગર પંથકમાં-૪, ઊંઝા-૧, કડી-૧, વડનગર-૧ તેમજ બેચરાજી પંથકમાં-૨ મળી જિલ્લામાં ૧૬ દર્દીઓ કોરોના સંક્રમિત થયા છે. આજરોજ શુક્રવારના સુધી ૧૩૭૩૫ના સેમ્પલ લેવાયા હતા. જેમાં ૧૨૮૦૨ નેગેટીવ જોવા મળ્યા હતા. જેમાં આજે ૮૫ સેમ્પલનું રિઝલ્ટ આવેલ છે. જે પૈકી ૮૦ સેમ્પલનું રીઝલ્ટ નેગેટિવ અને ૫ સેમ્પલના રિઝલ્ટ પોઝિટિવ આવેલ છે તેમજ અન્ય લેબ ખાતે ૧૧ પોઝિટિવ કેસ નોંધાયા છે.
પાટણ જિલ્લામાં કોરોનાના સતત કેસો વધી રહ્યા છે. આજે પાટણ જિલ્લામાં કોરોનાનો રાફડો ફાટયો હતો અને એકી સાથે ૩૦ જેટલા પોઝિટિવ કેસ સામે આવ્યા હતા. જેમાં સિધ્ધપુર-૮, રાધનપુર-૬, ચાણસ્મા-૩, સમી-૬, હારીજ-૨, પાટણ શહેર-૨ તેમજ પાટણ તાલુકામાં -૩ કેસ મળી જિલ્લામાં ૩૦ દર્દીઓ કોરોના સંક્રમિત થતા આરોગ્ય તંત્રમાં ભારે દોડધામ મચી હતી. કોરોના સંક્રમણનો આંક જિલ્લામાં ૧૩૮૧ સુધી પહોંચી ચુક્યો છે.
બનાસકાંઠા જિલ્લામાં કોરોનાના વધુ ૧૩ પોઝિટિવ કેસ નોંધાયા છે. જે પૈકી કાંકરેજ-૨, ડીસા-૧, દાંતા-૧, દાંતીવાડા-૧ તથા પાલનપુરમાં-૮ દર્દીઓ કોરોનામાં સપડાયા હતા.
No comments:
Post a Comment