ડીસા તા.04 સપ્ટેમ્બર 2020, શુક્રવાર
ડીસા નગરપાલિકામાં સાધારણ સભા ઉગ્ર બની હતી. વિપક્ષ નહિ પરંતુ શાસક પક્ષના સદસ્યોએ જ વિપક્ષની ભુમિકા ભજવતા ડીસા નગરપાલિકાની સાધારણ સભા સરૃ થતા જ ગત સભાના કામો થયા ન હોવાથી શરૃ આતથી વિપક્ષ દ્વારા ઉગ્ર રજુઆત કરતા સભા તોફાની બનવા પામી હતી.
ડીસા નગરપાલિકામાં હમેશા શાસક પક્ષ વિપક્ષની ભુમિકામાં હોય છે. તેઓ સાધારણ સભા હોય કે કારોબારી સભા હોય તેમાં સ્પષ્ટ ફલિત થાય છે. જેમાં ડીસા નગરપાલિકાની સાધારણ સભામાં શાસક પક્ષના નેતાઓએ પ્રમુખનો વિરોધ કરી તેમને ગત સાધારણ સભામાં કરેલા કામોને બહાલી આપવા બાબતે સદસ્યોએ વિરોધ દર્શાવ્યો હતો. ભાજપના ચાર સદસ્યોનું કહેવું હતું કે ગત સાધારણ સભામાં જે કામોને બહાલી આપવામાં આવી હતી તે કામો હજુ પણ થયા નથી. જેના કારણે તેમના વિસ્તારના નાગરિકો તેમની સામે અસંતોષ વ્યક્ત કરી રહ્યા છે. ડીસા નગરપલિકાની સાધારણ સભામાં શાસક પક્ષ વિપક્ષની ભુમિકામાં હોવાથી સાધારણ સભા ઉગ્ર બની હતી. જ્યારે વિપક્ષનું પણ માનવું છે કે ડીસા નગરપાલિકાના બોર્ડમાં સભ્યો વિકાસની વાતો કરવાને બદલે અંદરોઅંદર લડી રહ્યા છે. જ્યારે ડીસા નગરપાલિકાના સદસ્યો પૈકી ડીસાના ધારાસભ્ય શશીકાંત પંડયા પણ સાધારણ સભામાં ઉપસ્થિત રહ્યા હતા.
No comments:
Post a Comment