અનલૉક-4 : શાળા, કૉલેજ ને કોચિંગ ક્લાસ 30મી સપ્ટેમ્બર સુધી બંધ - NEWS E HUB

Slider Widget

Wednesday, 2 September 2020

અનલૉક-4 : શાળા, કૉલેજ ને કોચિંગ ક્લાસ 30મી સપ્ટેમ્બર સુધી બંધ


કેન્દ્રની પૂર્વમંજૂરી વિના નવા કન્ટેઈનમેન્ટ ઝોન જાહેર નહીં કરાય 

(પ્રતિનિધિ તરફથી) અમદાવાદ, તા. 1 સપ્ટેમ્બર, 2020, મંગળવાર

ગુજરાત સરકારે અનલૉક04ની આજે જાહેર કરેલી માર્ગદર્શિકામાં આગામી 30મી સપ્ટેમ્બર સુધી તમામ શાળાઓ, કૉલેજો અને કોચિંગ સંસ્થાઓને બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. જોકે શાળા અને કૉલેજમાં 50 ટકા શૈક્ષણિક સ્ટાફને બોલાવી શકાશે અને તેમને ઓનલાઈન શિક્ષણ આપવાની કામગીરી સોંપી શકાશે. તેમ જ તેમની પાસેથી ટેલિકાઉન્સિલિંગની કામગીરી પણ કરાવી શકાશે.

શાળા કૉલેજો ઓનલાઈન અને ડિસ્ટન્સ લર્નિંગની કામગીરી ચાલુ રાખી શકશે. આ માટે પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા સ્ટાન્ડર્ડ ઓપરેટિવ પ્રોસિજરની જાહેરાત કરવામાં આવશે. તેનું ચુસ્ત પાલન કરવું દરેકને માટે ફરજિયાત કરવામાં આવ્યું છે. બાળકો માટેના ગાર્ડન આજથી ખોલી દેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. 

પી.એચડી કે અન્ય પોસ્ટ ગ્રેજ્યુએટ કોર્સનો અભ્યાસ કરતાં હોય અને  તેમાં લેબોરેટરીની જરૂર હોય તેવા કિસ્સામાં સરકારના ગૃહ મંત્રાલયની આગોતરી પરવાનગી લઈને પછી જ તે ચાલુ કરવાની છૂટ આપવામાં આવશે.

તેમાંય ખાસ કરીને જે કામમાં લેબોરેટરીમાં અખતરા કરવા જરૂરી હોય તેવા કિસ્સામાં ડિપાર્ટમેન્ટ ઑફ હાયર એજન્યુકેશને ગૃહ ખાતાની મંજૂરી મેળવીને પછી જ તે ચાલુ કરવાના રહેશે. લાઈબેરેી ખોલવાની છૂટ તો અપાઈ છે, પરંતુ તેની ક્ષમતાની તુલનાએ માત્ર 60 ટકા લોકોને જ તેમાં એન્ટ્રી આપવાની શરત મૂકવામાં આવી છે. 

અનલૉક -4માં હોટેલ અને રેસ્ટોરાં ઉદ્યોગની લાંબા સમયની માગણીઓનો સ્વીકાર કરવામાં આવ્યો છે. આઠમી જૂને બહાર પાડવામાં આવેલી સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર-એસઓપીને અનુસરીને હોટેલ-રેસ્ટોરાં ચાલુ રાખી શકાશે.  પાથરણાવાળાઓને પણ યુએલબીએ તૈયાર કરેલી સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજરને અનુસરીને રસ્તા પર બેસવાની છૂટ આપી દેવામાં આવી છે. 

ગુજરાત સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા કન્ટેઈનમેન્ટ ઝોનની 30મી સપ્ટેમ્બર સુધી લોકોની અવરજવર પર મર્યાદા મૂકી દેવામાં આવી છે. કન્ટેઈનમેન્ટ સિવાયના વિસ્તારમાં પણકેન્દ્ર સરકારની માર્ગદર્શિકા મુજબ જ પ્રવૃત્તિઓ ચાલુ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

આ સાથે જ કેન્દ્ર સરકારની પૂર્વમંજૂરી વિના નવા વિસ્તારને કન્ટેઈનમેન્ટ ઝોન તરીકે જાહેર કરી શકાશે નહિ. સ્થાનિક સ્તરે લૉકડાઉન કરવાની જરૂરિયાત જણાય તો તેવા સંજોગમાં કેન્દ્ર સરકાર પાસેથી પૂર્વ મંજૂરી લેવાનું ફરજિયાત નાવી દેવામાં આવ્યું છે. સ્થાનિક સ્તરેથી આ અંગેની લેખિત રજૂઆત કેન્દ્રના ગૃહ મંત્રલાયને મોકલવાની ગોઠવણ કરવામાં આવી છે. 

સ્ટેટ ટ્રાન્સપોર્ટ અને સિટી બસ સર્વિસ ચાલુ થશે

ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમની બસો દોડોવવાની છૂટ આપવામાં આવી છે, પરંતુ તેમાં બસની ક્ષમતા સામે 50 ટકા જ પેસેન્જરને બેસાડવાની છૂટ આપવામાં આવી છે.

અમદાવાદ અને સુરત વિસ્તાર માટે આ જોગવાઈ લાગુ કરવામાં આવી છે. પરંતુ અમદાવાદ ને સુરત સિવાયના વિસ્તારમાં બસ સેવા ચાલુ કરીને તેમાં બસમાં પેસેન્જર ેસાડવાની કુલ ક્ષમતાના 60 ટકા પેસેન્જર બેસાડીને બસ સેવા ચાલુ કરવાની છૂટ આપવામાં આવી છે. સિટી બસ સર્વિસ માટે પણ આ જ જોગવાઈ લાગુ કરવામાં આવી છે.

આ જ રીતે ખાનગી બસ ઓપરેટર્સને અમદાવાદ ્ને સુરત જતી જીએસઆરટીસીની બેસ માટે જે માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે, તે જ રીતે માર્ગર્શિકા પ્રમાણે બસ સેવા ચાલુ કરવાની રહેશે. સાતમી સપ્ટેમ્બરથી મેટ્રો રેલ સર્વિસ ચાલુ કરવાની છૂટ આપવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો છે. આ માટેની સ્ટાન્ડર્ડ ઓપરેયિંગ પ્રોસિજર પણ જાહેર કરી દેવામાં આવેલી છે. એક ડ્રાઈવર ઉપરાંત બે પેસેન્જરને લઈ જવાની શરત સાથે ઑટો રિક્ષા ચલાવવાની પણ છૂટ આપવામાં આવેલી છે.

સિનેમા હોલ, સ્વિમિંગ પૂલને ખોલવાની મંજૂરી નથી અપાઈ

અનલૉક-4માં પણ સિનેમા હોલ, સ્વિમિંગ પુલ, મનોરંજન પાર્ક કે પછી થિયેટર ખોલવાની છૂટ આપવામાં આવી નથી. જોકે ઓપન એૅર થિયેટર ખોલવાની છૂટ આપવામાં આવી છે. આઠમી જૂનથી અમલમાં મૂકવામાં આવેલી સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર પ્રમાણે શોપિંગ મૉલ ખોલવાની છૂટ આપવામાં આવી છે. તેની સાથે જ દુકાન ખોલવા માટેની સમય મર્યાદા સંપૂર્ણપણે ઊઠાવી લેવામાં આવી છે.

ધો.9થી12ના વિદ્યાર્થીઓ મા-બાપની પરમિશનથી સ્કૂલે જઈ શકશે

કન્ટેઈનમેન્ટ ઝોનમા ંરહેતા વિદ્યાર્થીઓ શાળામાં શિક્ષકનું માર્ગદર્શન મેળવવા માટે વાલીઓની લેખિત મંજૂરી લઈને શાળાએ જઈ શકશે. નવમાંથી માંડીને બારમા ધોરણ સુધીના વિદ્યાર્થીઓ માટે આ જોગવાઈ કરવામાં આવેલી છે. આ માટે 21મી સપ્ટેમ્બરે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજરની જાહેરાત કરવામાં આવશે. જે વિદ્યાર્થીને ઇચ્છા હોય તે સ્વેચ્છાએ આ છૂટનો લાભ લઈ શકશે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા 21મી સપ્ટેમ્બરે બહાર પાડવામાં આવનારી સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિસજરને અનુસરીને સ્કીલ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટયૂટ પણ તેમના કામકાજ ચાલુ કરી શકશે.

સોશિયલ ડિસ્ટન્સિંગની શરતે તમામ ધર્મસ્થાનકો ખોલી શકાશે

ગુજરાતના તમામ ધર્મસ્થાનકોને ખોલી દેવાની છૂટ આપી દેવામાં આવી છે. તેમને સોશિયલ ડિસ્ટન્સિંગ પાળવાની ફરજ પાડવામાં આવી છે. તેમાં કોઈ જ મોટા સમારોહ યોજી શકાશે નહિ. મોટી સંખ્યામાં માનવ મેદની એકત્રિત કરી સકાશે નહિ. આઠમી જૂનથી અમલમાં મૂકવામાં આવેલી સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજરને તે માટે અનુસરવી પડશે.

ધાર્મિક, સામાજિક કે રાજકીય સમારોહ માટે  21મી પછી 100 વ્યક્તિઓ માટે છૂટ

ગુજરાતના કોઈપણ વિસ્તારમાં લગ્ન સહિતના સામાજિક, ધાર્મિક કે રાજકીય સમારોહ યોજવા માટે 21મી સપ્ટેમ્બરથી 100 જણને એકત્રિત કરવાની છૂટ આપવામાં આવશે. મનોરંજનના કાર્યક્રમો માટે પણ એક સામટા 100થી વધુ જણા એકત્રિત થઈ શકશે નહિ. જોકે તેઓ માસ્ક પહેરીને અને યોગ્ય સોશિયલ ડિસ્ટન્સ રાખીને જ એકત્રિત થઈ શકશે. સોશિયલ ડિસ્ટન્સિંગ અને ફેસ કવર કરવા અંગે પણ આરોગ્ય ્ને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા આપવામાં આવેલા નિર્દેશોનું પાલન કરવાની રહેશે અને તેની માર્ગદર્શિકાને અનુસરવાની શરત સાથે જ આ મંજૂરી આપવામાં આવશે. આ રીતે એકત્રિત થનારાઓ માટે સેનિટાઈઝરની પણ અલગથી વ્યવસ્થા કરવાની રહેશે. અંત્યેષ્ઠિ કરવા માટે પણ 20મી સપ્ટેમ્બર સુધી 20થી વધુ લોકો એકત્રિત થઈ શકશે નહિ. 

ખાનગી ઑફિસો ખોલવાની છૂટ

સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોનું પાલન કરવાની શરત સાથે ખાનગી ઑફિસોને પણ તેમના કામકાચ આજથી ચાલુ કરી દેવાની છૂટ આપવામાં આવી છે. જોકે તેમને વર્ક ફ્રોમ હોમના કલ્ચરને પ્રોત્સાહન આપવાની સૂચના આપવામાં આવી છે. બીજીતરફ ટેક્સિ ચલાવવાની છૂટ આપવામાં આવી છે. ચાર સીટર ટેક્સિમાં ડ્રાઈવર ઉપરાંત બે પેસેન્જરને લઈ જવાની છૂટ આપવામાં આવી છે. આ જ રીતે છ સીટર ટેક્સિમાં ડ્રાઈવર ઉપરાંત ત્રણ પેસેન્જરને લઈ જવાની છૂટ આપવામાં આવી છે. ટુ વ્હિલર પર એક વત્તા એકથી વધુ બેસવાની છૂટ આપવામાં આવી નથી. માત્ર બે જણ જ તેના પર જઈ શકશે.


No comments:

Post a Comment