પાલનપુર, તા. 05 સપ્ટેમ્બર 2020, શનિવાર
કોરોનાને લઈ બંધ કરાયેલ એસટી સેવાને પુનઃ પાટે ચડાવવા માટે તબક્કાવાર એસટીના શીડયુલ શરૃ કરવામાં આવી રહ્યા છે. જેમાં અગાઉ તાલુકા તેમજ જિલ્લાને સાંકળતી બસ સેવા શરૃ કરાઈ હતી. જે બાદ રાજ્યભરમાં બસ સેવા શરૃ કરવાનો નિર્ણય ેવાયો છે. જેને લઈ બનાસકાંઠા જિલ્લામાં અગાઉથી ચાલતા ૪૪૦ શીડયુલમાં વધુ ૫૦ રૃટની બસ સેવા સોમવારથી શરૃ કરવામાં આવશે.
કોરોના પ્રકોપને લઈ એસટી સેવા મહદઅંશે બંધ હોઈ ગ્રામીણ વિસ્તારના લોકોને મુસાફરી કરવામાં મુશ્કેલીઓ વેઠવી પડતી હોય સરકાર દ્વારા સરકારની ગાઈડ લાઈનના પાલન સાથે સોમવારથી રાજ્યભરમાં બસ સેવા શરૃ કરવાનો નિર્ણય કરાયો હોઈ બનાસકાંઠામાં અગાઉથી ચાલતા ૪૪૦ એસટીની ટ્રીપમાં ૫૦ ટ્રીપનો વધારો કરવામાં આવ્યો છે. જેને લઈ સોમવારથી જિલ્લામાં વિવિધ રૃટ પર એસટીની ૪૯૦ ટ્રીપો મારવામાં આવશે. જેમાં કોરોના સંક્રમણને રોકવા માટે કંડક્ટર દ્વારા થર્મલ ગનથી મુસાફરના શરીરનું તાપમાન માપ્યા બાદ બસમાં પ્રવેશ આપવામાં આવશે અને જરૃર પડે નાઈટ ટ્રીપ પણ શરૃ કરવામાં આવનાર હોવાનું વિભાગીય નિયામકે જણાવ્યું હતું.
No comments:
Post a Comment