ભુજ,શનિવાર
કચ્છમાં આજે કોરોનાએ બે મહિલાઓના ભોગ લીધા હતા તો બીજીતરફ આજે નવા ૨૦ કેસ નોંધાયા હતા. વાધતા જતા પોઝીટીવ કેસો અને મરણાંક વાધતા લોકોમાં ફફડાટ ફેલાયો છે. આરોગ્ય વિભાગે યાદી જાહેર કરી હતી જે મુજબ, આજે ભુજ શહેરમાં ૧ અને ગ્રામિણ વિસ્તારમાં ૬, ગાંધીધામમાં ૬, અંજાર શહેરમાં ૨ અને તાલુકામાં ૧, માંડવી તાલુકામાં ૨, અબડાસ-નખત્રાણામાં ૧-૧ કેસ નોંધાયા હતા. તો બીજીતરફ, આજે અંજારની ગંગોત્રી સોસાયટીમાં રહેતા ૫૫ વર્ષિય નીલમબેન વૈાધ અને અંજારના માધવનગરમાં રહેતા કાંતાબેન પટેલનું કોરોનાના કારણે મોત થયુ હતુ. નીલમબેનને ત્રીજી તારીખે જનરલ હોસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તો આજે નોંધાયેલા ૨૦ કેસો સાથે કચ્છમાં કુલ કેસોનો આંક ૧૪૦૭ પર પહોંચ્યો છે. હજુ પણ એકટીવ પોઝીટીવ કેસ ૨૧૫ છે. આરોગ્ય વિભાગના ચોપડે મરણાંક ૪૬ દર્શાવાયો છે જયારે બિનસતાવાર રીતે મરણાંક ૭૭ હોવાની ચર્ચા છે.
કચ્છમાં કોરોનાથી જમાદારનું મોત
કચ્છમાં કોરોના દિન પ્રતિદીન ઘાતક બનતો જાય છે. પોઝીટીવ કેસો વાધવાની સાથે હવે મોતના બનાવો પણ આગળ ધપી રહ્યા હોય તેમ કોરોનાએ પોલીસ કર્મચારીનું ભોગ લીધો હતો. ભુજની રેન્જ આઈ.જી. કચેરીમાં રાઈટર તરીકે ફરજ જશવંતસિંહ કિશનલાલ યાદવ(૫૫)એ ગત મોડી રાત્રિના અંતિમ શ્વાસ લીધા હતા. છેલ્લા પંદરેક વર્ષાથી આઈ.જી.કચેરીમાં ફરજ બજાવતા આસિસ્ટન્ટ સબ ઈન્સ્પેકટર જશવંતસિંહ યાદવને પખવાડીયા પૂર્વે કોરોનાનો ચેપ લાગ્યો હતો. પ્રારંભમાં તેમને મુંદરાની એલાયન્સ હોસ્પીટલમાં ત્યારબાદ ભુજમાં જી.કે.જનરલ હોસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પરંતુ તબિયત સુાધરવાના બદલે કોરોનાના લીધે તેમને ન્યુમોનિયા થઈ જતા તેઓ કોમામાં સરી પડયા હતા. ગત મોડી રાત્રિના તેમનું મોત થયુ હતુ. પોલીસ કર્મચારીનું કચ્છમાં મોત થયુ હોય તેવો આ પ્રાથમ બનાવ છે. તેમના નિાધનાથી પોલીસ બેડામાં ગમગીની છવાઈ ગઈ હતી.
No comments:
Post a Comment