ભુજ, સોમવાર
વરસાદી મોસમમાં કચ્છમાં પ્રકૃતિ સોળે કલાએ ખીલી છે ત્યારે ઓગની ગયેલા ગજોડ ડેમનો જોવા રોજ હજારો કચ્છવાસીઓ ગાડીઓ ભરી ભરીને જઈ રહ્યા છેે પરંતુ બંને બાજુ ડેમ પર જવા - ઉતરવાના પગિાથયાની રેલીંગ અત્યંત ખખડાધજ તાથા પડું પડું થઈ રહી હોવાથી ઉતર- ચડ કરતા લોકો ડેમના ઓગનમાં ખાબકી પડે તેવો ભય ઉભો થયો છે.
કેરા પાસે આવેલો ગજોડ ડેમ છેલ્લા ૧૫ દિવસાથી સતત ઓવરફલો થઈ રહ્યો છે. કચ્છમાં સામાન્ય રીતે સરદાર ડેમ જેવો મિની આવૃત્તિનો નજારો જોવા મળે તેવા ડેમ નાથી. જેાથી ગજોડ ડેમ જોઈને જ લોકો ખુશ થઈ જાય છે. હાલે ઓવરફલો થતા ડેમને નિહાળવા કચ્છભરમાંથી સેંકડો લોકો ગાડીઓ ભરી ભરીને અહીં આવી રહ્યા છે. ડેમાથી નીચે ઉતરવા અને ચડવા માટે બંને બાજુ પગિાથયા કરાયા છે. પરંતુ પગિાથયા બંને બાજુની રેલીંગ ખખડાધજ બનીને નબળી પડી જતાં મુળમાંથી ડગી રહી છે. રેલીંગ પકડીને ચડ ઉતર કરતા સેંકડો લોકોના દબાણાથી ગમે ત્યારે રેલીંગ તુટીને નીચે પડી જાય તેવી સિૃથતી છે. જો આમ, થાય તો લોકો ૨૦ થી ૨૫ ફુટ નીચે જમીન આૃથવા ઓગનના પાણીમાં પડી જાય તેવી ભીતી છે. સિંચાઈ વિભાગ દ્વારા વર્ષોથી પગિાથયાની સુરક્ષાને લઈને કોઈ કામગીરી જ કરાઈ ન હોય તેવો તાલ છે. કરોડોની ગ્રાંટ સરકાર ફાળવે છે ત્યારે તેનો ખર્ચે ડેમના સમારકામના નામે નિંભર અિધકારીઓ ક્યાં કરે છે તે તપાસનો વિષય બન્યો છે. જો તાત્કાલિક અસરાથી પગલા નહીં ભરાય તો પાલરધુના જેવી ઘટના અહીં બને તેવી શક્યતા છે.
No comments:
Post a Comment