આખરે હમીરસર છલકાયું , લોકોના હૃદય હિલોળે ચડયા - NEWS E HUB

Slider Widget

Tuesday 1 September 2020

આખરે હમીરસર છલકાયું , લોકોના હૃદય હિલોળે ચડયા



આખરે હમીરસર છલકાયું , લોકોના હૃદય હિલોળે ચડયા

ભુજ, સોમવાર 

હમીરસર તળાવ ભુજ તાથા કચ્છનું ઘરેણું કહેવાય છે. ભુજમાં થતી મેઘમહેર ઉત્સવમાં ત્યારે જ પરિણમે છે જ્યારે હમીરસર તળાવ ઓગનતું હોય છે. છેલ્લા ૫ વર્ષના અંતરાલ બાદ આખરે મેઘરાજાની રાત્રે ધીંગીમહેર થતાં છલોછલો ભરાયેલું તળાવ ઓગની ગયું હતું. જેને સવારે શહેરીજનોની હાજરીમાં શહેરના પ્રાથમ નાગરિકે વાધાવ્યું હતું. ફક્ત કચ્છ જ નહીં, દેશ-વિદેશમાં રહેતા કચ્છીમાડુઓ સુાધી આ સમાચાર વાયુ વેગે પ્રસરી જતા બાધામાં ખુશીનો માહોલ છવાઈ ગયો હતો. હમીરસર છલકાતા જ ભુજમાં ઉત્સવનો માહોલ છવાયો હતો. ઘરે ઘરે મેઘલાડુ, શકનની મીઠાઈના જમણ થયા હતા.

છેલ્લે ૨૦૧૫માં હમીરસર તળાવ ઓગન્યું હતું. તે બાદ મેઘરાજાની પુરતી કૃપા ન થતાં કોઈ વર્ષ તળાવ ખાલી રહ્યું તો કોઈ વર્ષે સંતોષખાવા પુરતુ પાણી આવ્યું હતું. આખા ગુજરાતમાં એકમાત્ર ભુજમાં જ એવી પરંપરા છે કે, તળાવનું દિલ ગણાતું હમીરસર ઓગને એટલે શહેરમાં સરકારી દફતરો સહિતમાં એક  દિવસની જાહેર રજા આપવામાં આવે છે. ઉપરાંત શહેરના પ્રાથમ નાગરીક અંગત ખર્ચે શહેરીજનોએ મેઘલાડુંનું જમણ કરાવે છે. જો કે, હાલે કોરોના મહામારીના કારણે મેઘલાડું જમણને રદ કરીને માત્ર તળાવને વાજતે ગાજતે સવારે નગરપતિ લતાબેન સોલંકી તાથા અન્ય નગરસેવકોની હાજરીમાં વાધાવાયું હતું. રાત્રે ૧૨.૫૯ કલાકે તળાવ ઓગનતા જ કચ્છભરમાં સોશિયલ મીડીયામાં તળાવના ફોટો સાથેની વાધામણી આપતા મેસેજ ફરતા થઈ જતાં લોકોમાં આનંદની લાગણી ફેલાઈ ગઈ હતી. છેલ્લા ૧૫ દિવસાથી લોકો કાગડોળે તળાવ ક્યારે ઓગને તેની રાહ જોઈ રહ્યા હતા. છેલ્લા ૧૫ દિવસમાં તળા વ ઓગનવામાં માત્ર ૨ ફુટ બાકી હતું. જેને કૃત્રિમ રીતે ઓગનાવવા નગરપતિએ ધુનારાજા ડેમનો વાલ્વ રાતોરાત ખોલી નાખતા ભારે વિવાદ ઉભો થયો હતોેે. ૪ ગામના માલાધારી અને ખેડુતોના વિરોધ બાદ ૨૪ કલાકબાદ ડેમનો વાલ્વ બંધ કરાયો હતોે. માત્ર તળાવ ઓગને અને નગરપતિને વાધાવવાનો મોકો મળે તેની લ્હાયમાં  ડેમનું ૧૦ ફુટ પાણી બગાડી નાખવામાં આવતા પોલીસ ફરીયાદ કરાય તેવી માંગણી પણ કરાઈ હતી. જો કે, આ ઘટનાક્રમ બાદ આખરે ગત રાત્રે જોરદાર વરસાદ થતાં આખરે ઓગનાથી માત્ર એક ઈંચ બાકી રહેલું તળાવ કુદરતી રીતે ઓગની જવા પામ્યું હતું. ૫૩ એકરમાં ફેલાયેલું તળાવમાં જ્યારે રઘુનાથજીના આરા પાસ ેઆવેલા હાથીની પ્રતિમાના પગને પાણી અડે છે ત્યારે તળાવ ઓગનતું હોય છે. તે બાદ તળાવનુ પુજન રઘુનાથજીના આરા પાસે જ કરવાની પરંપરા છે. 

પોલીસની હાજરીમાં રાત્રે માસ્ક પહેર્યા વગર જ નગરસેવકોએ ફોટોસેશન કર્યું

રાત્રે તળાવ ઓગન્યા બાદ કેટલાક કાઉન્સીલરો હમીરસરનો ઓગન જવા એક સાથે ગયા હતા ત્યારે પોલીસની હાજરી હોવાછતાં ૩ થી ૪ કાઉન્સીલરોએ માસ્ક પહેર્યું ન હતું. ખુદ પોલીસ કર્મચારીએ નગરસેવકો સાથે ઉભીને ફોટોસેશન કરાવ્યું હતું. સરકારના નિયમમુજબ રૃ.૧૦૦૦ નો દંડ કરવો જોઈએ તેના બદલે પોલીસે સત્તાધીશ પાર્ટીના કાર્યકરો હોવાથી નિયમભંગની છુટ આપી દિાધી હોય તેવું સ્પષ્ટ જણાઈ આવ્યું હતું. નેતાઓ અનેસામાન્ય લોકો વચ્ચે રીતસરનો ભેદભાવ કરાતો હોય તેવું વધુ એકવાર સામે આવ્યું હતું. 


જળકુંભીથી ભરેલું દેશલસર તળાવ પણ વધાવાયું

હમીરસર તળાવ ઓગને તે બાદ જ દેશલસર તળાવ વાધાવવાની પરંપરા હોવાથી ત્રણ દિવસ પહેલા ઓગની ગયેલા દેશલસર તળાવને આજે ઉપપ્રમુખ દ્વારા વાધાવાયું હતું. પરંતુ આ વાધામણીમાં દેશલપર તળાવમાં પાણીના બદલે જ્યારે જળકુંભીની પુજા કરાઈ હોય તેવું ચિત્ર આખું તળાવ જંગલી વેલની આગોશમાં સમાઈ ગયું હોવાથી ચિત્ર ઉભું થયું હતું. તળાવમાં વરસાદ પહેલા ૮ લાખના બિલ બની ગયા બાદ પણ નિંભર સુાધરાઈએ જળકુંભી કાઢી નાથી. જેના કારણે તળાવ ઓગની ગયા છતાં પાણી પર વેલ પાથારેલી નજરે પડે છે. પરીણામ આ પાણીનો ઉપયોગ લોકો કે પશુઓ માટે થઈ શકે એમ નાથી. આજના વાધામણ કાર્યક્રમમાં નગરસેવકો અને પદાિધકારીઓ પર લોકોએ ભારે આક્રોશ ઠાલવીને ટીકા કરી હતી. 

ભાજપના કાર્યકરો કોરોનાપ્રૂફ છે? નિયમોના ધજાગરા ઉડાવીને હમીરસરમાં બોટીંગ કર્યું!

વડાપ્રાધાન પોતાના પ્રવચનોમાં લોકોને સામાજિક અંતર જાળવવા અને માસ્ક પહેરવા અપિલ કરે છે. માસ્ક ન પહેરનાર લોકો પાસેાથી રૃ.૧ હજારનો તોતિંગ દંડ વસૂલવાની જોગવાઈ રાજ્ય સરકારે કરી છે. પરંતુ ભુજમાં ભાજપના કાર્યકરો જાણે કે કોરોનાપ્રૂફ હોય! તેવા દ્રશ્યો અવાર-નવાર જોવા મળે છે. સોમવારે ભુજની શાન સમાન હમીરસર તળાવ છલકાતા આખુ શહેર ખુશખુશાલ બન્યું હતું. પરંતુ હરખપદુડા બનેલા ભાજપના શહેર સંગઠનના હોદ્દેદારો, પૂર્વ પદાિધકારીઓ અને નગરસેવકોએ માસ્ક પહેર્યા વગર એક જ હોડીમાં ખીચોખીચ ભરાઈને નિયમોના ધજાગરા ઉઠાવીને હમીરસરમાં બોટીંગ કર્યું હતું. આ જોઈને લોકોમાંથી સવાલો ઉઠયા હતા કે, શું ભાજપના કાર્યકરોને કોઈ નિયમો લાગુ પડતા નાથી? સામાન્ય લોકો સામે કાયદાનો દંડ ઉગામતું તંત્ર આ તમામને દંડ ફટકારશે ખરું!


No comments:

Post a Comment