નગરપાલિકાની ચૂંટણીના મતદાન સમયમાં બે કલાકનો વધારો થશે - NEWS E HUB

Slider Widget

Wednesday, 2 September 2020

નગરપાલિકાની ચૂંટણીના મતદાન સમયમાં બે કલાકનો વધારો થશે


નગરપાલિકાની ચૂંટણીના મતદાન સમયમાં બે કલાકનો વધારો થશે

અમદાવાદ, તા. 1 સપ્ટેમ્બર, 2020, મંગળવાર

અનલોક-4ની ગાઇડલાઇન સૃથાનિક સ્વરાજની ચૂંટણી યોજવાનો માર્ગ મોકળો થયો છે. કેન્દ્ર સરકારની માર્ગદર્શિકા બાદ નગરપાલિકા, મહાનગરપાલિકા ઉપરાંત   જિલ્લા અને તાલુકા પંચાયતોની ચૂંટણી યોજવા રાજ્ય ચૂંટણી પંચે તૈયારીઓ કરી છે.

કોરોનાની મહામારી વચ્ચે રાજ્ય ચૂંટણીપંચ ચૂંટણી પ્રક્રિયામાં કેટલાંક ફેરફાર કરી શકે છે જેના બાગરૂપે મતદાનના સમયમાં બે  કલાકનો સમય વધારો થાય તેવી શક્યતા છે. 

ગુજરાતમાં નવેમ્બર માસમાં 6 મહાનગરપાલિકા , 56 નગરપાલિકા , 31 જિલ્લા પંચાયત અને 231 તાલુકા પંચાયતની ચૂંટણી યોજાઇ શકે છે. કોરોનાના સંક્રમણ વચ્ચે રાજ્ય ચૂંટણી પંચે તો ચૂંટણી યોજવા તૈયારી શરૂ કરી દીધી છે.

હાલમાં ચૂંટણી પંચે નવ સિમાંકનને લઇને વોર્ડની યાદી તૈયાર કરવાનુ શરૂ કરી દેવામાં આવ્યુ છે. આગામી ચારેક દિવસમાં જ જાહેરનામુ પ્રસિધૃધ થશે ત્યાર બાદ રાજકીય પક્ષ કે સામાજીક આગેવાનોને કોઇ વાંધો હોય તે ચૂંટણીપંચ સમક્ષ રજૂ કરી શકશે.

સૂત્રોના મતે, કોરોનાને કારણે આ વખતે ચૂંટણી પંચ ચૂંટણી પ્રક્રિયામાં કેટલાંક ફેરફાર કરી શકે છે જેમ કે,મતદાનનો સમય લંબાવાશે. સવારે એક કલાક અને સાંજે એક કલાક એમ કુલ મળીને બે કલાકનો સમય વધારો કરવામાં આવશે.મતદારોને મતદાન વખતે ડિસ્પોઝલ ગ્લોવ્ઝ આપવામાં આવશે. ગ્લોવ્ઝ પહેરીને ઇવીએમ પર મતદાન કરવુ પડશે.

એક મતદાન કેન્દ્ર પર માત્ર 700 જેટલાં જ મતદારો મતદાન કરી શકે તેવી વ્યવસૃથા કરાશે. થર્મલ ગનથી તપાસ બાદ  મતદારને મતદાન કેન્દ્રમાં પ્રવેશ અપાશે. આમ, સૃથાનિક સ્વરાજની ચૂંટણી માટે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે જેના પગલે રાજકીય પક્ષો પણ સક્રિય થયા છે.


No comments:

Post a Comment