અમદાવાદમાં કોરોનાનો પ્રકોપ : વધુ 145 કેસો નોંધાયા, ચારનાં મૃત્યુ - NEWS E HUB

Slider Widget

Wednesday, 2 September 2020

અમદાવાદમાં કોરોનાનો પ્રકોપ : વધુ 145 કેસો નોંધાયા, ચારનાં મૃત્યુ


અમદાવાદમાં કોરોનાનો પ્રકોપ : વધુ 145 કેસો નોંધાયા, ચારનાં મૃત્યુ

અમદાવાદ, તા. 1 સપ્ટેમ્બર, 2020, મંગળવાર

અમદાવાદમાં અનલોક-4 શરૂ થતાંની સાથે જ કેસો વધવાની પણ ભીતિ પેદા થઈ છે. સ્થિતિ સામાન્ય થઇ ગઇ હોય તેમ લોકો માસ્ક પહેરવાની અને સોશ્યલ ડિસ્ટંટ જાળવવાની બાબતે બેદરકાર થવા માંડયા છે. પાનના ગલ્લાંથી લઇને મોલ સુધી ચકાસણી કરતું મ્યુનિ. તંત્ર પણ સુસ્ત થઈ ગયું છે. દરમ્યાનમાં આજે એક જ દિવસમાં સરકારની યાદી અનુસાર કોરોનાના નવા 145 કેસ નોંધાયા છે. જ્યારે સારવાર લઇ રહેલાં દર્દીઓમાંથી ચારના કરૂણ મૃત્યુ થયા છે.

બીજી તરફ સાજા થઇ ગયેલાં વધુ 64 લોકોને જુદી જુદી હોસ્પિટલો અને હોમ-આઇસોલેશનમાંથી ડિસ્ચાર્જ કરાયા છે. આ સાથે મ્યુનિ.ની હદમાં અત્યાર સુધીમાં કુલ 29955 દર્દીઓ કોરોનાગ્રસ્ત થયા હતા. જેમાંથી 1677ના મૃત્યુ થયા છે. જ્યારે સાજા થઈ ગયેલાં દર્દીઓની સંખ્યા 25190ની થઈ છે. હાલ સારવાર હેઠળના દર્દીઓની સંખ્યા વધીને 2911ની થઈ ગઈ છે. જેમાંથી પશ્ચિમ ઝોન અને નવા પશ્ચિમ ઝોનના જ 1421 એકટિવ કેસો છે.

દ્વારકેશ ગ્રીન થલતેજ, ગૌરીનગર ઘાટલોડિયા, ગોયલ ઇન્ટરસિટી થલતેજ, વૈભવલક્ષ્મી પાર્ક ચાંદલોડિયા, પુષ્કર-4 પાલડી, કર્ણાવટી પાર્ક ભાઇપુરા, સતાધારનગર વિરાટનગર, શીવપાર્ક વટવા, આંગન એપા., કાંકરિયા, હરિઓમનગર વટવા, ઓમકાર રેસી. ઘોડાસર, આકૃતિ ટાઉનશીપ-2 લાંભા, હરનામદાસ સોસા., કુબેરનગર, પંચવટી પાર્ક સૈજપુર, વાઇબ્રન્ટ હોમ નરોડા વગેરેમાં વધુ કેસો નોંધાયા છે. બાંધકામની સાઇટો સહીત વિવિધ કામગીરીમાં રોકાયેલા મજુરોમાં વધી રહેલા કેસો ચિંતાજનક છે.

બીજી તરફ મીઠાઇ-ફરસાણની દુકાનોવાળા અને કપડાંની દુકાનોવાળાને ત્યાંથી મળી આવતા દર્દીઓ એવા પ્રકારના છે, જે સવારથી સાંજ સુધીમાં અનેકને ચેપ લગાવી શકે. હેર કટીંગ સલુન અને બ્યુટી પાર્લરોમાં પણ સૌથી વધુ સાવચેતીની જરૂર છે. હાલમાં કોમ્યુનિટી સ્પ્રેડિંગ જેવો તબક્કો ચાલી રહ્યો હોવાથી લોકોએ પણ તમામ સ્થળોએ વધુને વધુ સાવચેતી રાખવાની જરૂર છે, તેમ એક તબિબે જણાવ્યું હતું.

શહેરમાં સંક્રમણ ઘટયાના દાવા પોકળ

બોડકદેવ અને પાલડીમાં બે દિવસમાં કોરોનાના 141 કેસ

પી.એસ.પી.કંપનીના પોઝિટિવ શ્રમિકોને સમરસ કોવિડ કેર સેન્ટરમાં મોકલાયા

અમદાવાદ, મંગળવાર

શહેરના ઉત્તર-પશ્ચિમમાં આવેલા બોડકદેવ અને પશ્ચિમમાં આવેલા પાલડી વોર્ડમાં બે દિવસમાં કોરાનાના 141 પોઝિટિવ કેસ નોંધાતા  શહેરમાં કોરોના પોઝિટિવ કેસ ઘટયાના મ્યુનિ.ના દાવા પોકળ પુરવાર થયા છે.બોડકદેવમાં પી.એસ.પી.ખાનગી કનસ્ટ્રકશન કંપનીના 125 શ્રમિકો કોરોના પોઝિટિવ થતા તમામને સમરસ કોવિડ કેર સેન્ટર ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.જયારે પાલડી વોર્ડમાં આવેલી પુષ્કર -ચારમાં 16 રહીશો કોરોના પોઝિટિવ મળી આવ્યા છે.

બોડકદેવ વોર્ડમાં ગુજરાત યુનિવર્સિટીની પાછળ આવેલા મેદાનમાં રહેતા પી.એસ.પી.નામની ખાનગી કંપનીના શ્રમિકોના તંત્ર દ્વારા ટેસ્ટ કરવામાં આવતા બે દિવસમાં 125 શ્રમિકો કોરોના પોઝિટિવ મળી આવતા તમામને સમરસ કોવિડ કેર સેન્ટરમાં રાખવામાં આવ્યા છે.સૂત્રોમાંથી મળતી માહીતી મુજબ,આ શ્રમિકો પૈકી મોટાભાગના શ્રમિકોમાં લક્ષણો જોવા મળ્યા નથી.

અત્રે નોંધનીય છે કે,શહેરમાં લોકડાઉન સમયે આ સાઈટ પર રહેતા શ્રમિકોએ વતનમાં જવા દેવાની માગ સાથે ભારે પથ્થરમારો કરવાની ઘટના પણ બનવા પામી હતી.પશ્ચિમ ઝોનમાં આવેલા પાલડી વોર્ડમાં આવેલી પુષ્કર-ચાર સોસાયટીમાં રહેતા 16 જેટલા રહીશો પણ કોરોના પોઝિટિવ મળી આવ્યા હોવાનું આધારભૂત સુત્રોમાંથી જાણવા મળ્યું છે.મ્યુનિ.દ્વારા છેલ્લા કેટલાક સમયથી અમદાવાદ શહેરમાં કોરોના પોઝિટિવ કેસ ઘટી રહ્યા હોવાના દાવા આ બે વોર્ડમાંથી બે દિવસમાં મળી આવેલા 141 કોરોના પોઝિટિવ કેસ પોકળ સાબિત કરી રહ્યા છે.

સાડીઓ ખરીદનારી મહિલાઓની ચિંતામાં વધારો

શહેરમાં નહેરૂબ્રિજના પશ્ચિમ છેડે તેમજ કેશવબાગ એમ બે સ્થળોએ સાડીઓ,ચણીયાચોળી સહીતની ચીજોનું વેચાણ કરતા આસોપાલવના શો-રૂમના કર્મચારીઓના રેપિડ ટેસ્ટ કરવામાં આવતા નવ જેટલા કર્મચારીઓ પોઝિટિવ મળી આવતા આ શોરૂમમાંથી ખરીદી કરનારી મહીલાઓની ચિંતામાં વધારો થયો છે.સાડીઓ બતાવનારા કર્મચારીઓ કોરોના પોઝિટિવ હોવાની વિગતો બહાર આવી છે.

નિકોલ અર્બન હેલ્થ સેન્ટરના વીસ કર્મચારીઓ પોઝિટિવ

શહેરના પૂર્વ ઝોનમાં આવેલા નિકોલના મ્યુનિ.હસ્તકના અર્બન હેલ્થ સેન્ટરમાં ફરજ બજાવતા કર્મચારીઓના રેપિડ એન્ટિજન ટેસ્ટ કરવામાં આવતા વીસ કર્મચારીઓ કોરોના પોઝિટિવ હોવાની વિગત બહાર આવવા પામી છે.


No comments:

Post a Comment