અમદાવાદ, તા. 7 સપ્ટેમ્બર, 2020, સોમવાર
ગુજરાતમાં આ વર્ષે મેડિકલમાં પ્રવેશ માટે ભારે ધસારો રહેશે. ગત વર્ષ કરતા આ વર્ષે બી ગુ્રપનું પરિણામ વધુ આવ્યુ છે અને નીટમાં પણ વિદ્યાર્થી ઓ ગત વર્ષ કરતા વધુ છે.જ્યારે બીજી બાજુ આ વર્ષે નવી બેઠકોની શક્યતા ઓછી છે.
છેલ્લા ત્રણ વર્ષથી ધો.12 સાયનસમાં બી ગુ્રપના વિદ્યાર્થીની સંખ્યા એ ગુ્રપ સામે ઘણી વધી રહી છે અને એ ગુ્રપના વિદ્યાર્થીઓની સંખ્યા ઘટી રહી છે. હાલ સ્થિતિ એવી છે કે એ ગુ્રપ કરતા બી ગુ્રપમાં ડબલ વિદ્યાર્થી છે જેથી મેડિકલ -પેરામેડિકલ તરફ ઝોક વધી રહ્યો છે.
ત વર્ષ કરતા આ વર્ષે પણ એ ગુ્રપની સરખામણીએ બી ગુ્રપનું પરિણામ વધ્યુ છે.બી ગુ્રપમાં આ વર્ષે 752 વિદ્યાર્થીઓ 99થી વધુ પર્સન્ટાઈલમાં હતા અને 80થી વધુ પર્સન્ટાઈલમાં 14782 વિદ્યાર્થી હતા. આ ઉપરાંત મેડિકલ પ્રવેશ માટેની મહત્વની નીટમાં પણ વિધ્યાર્થી વધ્યા છે અને આ વર્ષે ગુજરાતમાંથી 80219 વિદ્યાર્થી પરીક્ષા માટે નોંધાયા છે.
મેના બદલે ચાર મહિના મોડી સપ્ટેમ્બરમાં નીટ લેવાઈ રહી છે ત્યારે વિદ્યાર્થીઓને પણ તૈયારી માટે સમય મળતા નીટમાં પણ ક્વોલિફાઈંગ સ્ટુડન્ટની સંખ્યા ગત વર્ષથી વધે તેવી શક્યતા છે અને બીજી બાજુ આ વર્ષે મેડિકલની બેઠકોની વધવાની શક્યતા નહિવત છે.નવેમ્બર સુધી નવી કોલેજોની મંજૂરી આવે તેમ નથી કારણકે ઈન્સપેકશન થયા નથી.
ગુજરાતમાં હાલ નીટ આધારિત કોર્સીસમાં મેડિકલની ઓલ ઈન્ડિયા ક્વોટા સાથેની 5300, ડેન્ટલમાં 1200, આયુર્વેદિકમાં 2200 અને હોમિયોપેથીમાં 3600 જેટલી બેઠકો છે. જ્યારે નર્સિંગ સહિતના નીટ વગરના પેરામેડિકલના અન્ય કોર્સમાં 24 હજાર જેટલી બેઠકો છે. આ વર્ષે વિદ્યાર્થીઓ વધવા સાથે મેડિકલનું મેરિટ ઊંચુ રહેવાની શક્યતા છે.
No comments:
Post a Comment