આણંદ જિલ્લામાં ફરી કોરોનાએ માથું ઉચક્યું : નવા છ કેસ નોંધાયા - NEWS E HUB

Slider Widget

Thursday, 3 September 2020

આણંદ જિલ્લામાં ફરી કોરોનાએ માથું ઉચક્યું : નવા છ કેસ નોંધાયા


આંકલાવ, બોરસદ, પેટલાદ અને આણંદમાં પોઝિટિવ કેસ નોંધાયા : રેપિડ ટેસ્ટ બાદ કેસોમાં ઉછાળો આવ્યો

આણંદ, તા.  2 સપ્ટેમ્બર 2020, બુધવાર


વીતેલા બે દિવસ દરમ્યાન આણંદ જિલ્લામાં કોરોનાનો ગ્રાફ નીચે ગયા બાદ આજે જિલ્લામાં કોરોનાનું સંક્રમણ વધતાં જિલ્લાના આંકલાવ, બોરસદ, પેટલાદ અને આણંદ તાલુકામાંથી કુલ છ પોઝીટીવ કેસ પ્રકાશમાં આવ્યા છે. જિલ્લામાં પુનઃ કોરોના વાયરસનું જોર વધતાં જિલ્લાવાસીઓમાં ફફડાટની લાગણી વ્યાપી છે.

આણંદ જિલ્લામાં ગત સપ્તાહ દરમ્યાન કોરોનાનું સંક્રમણ વધ્યું હતું. તેમાં પણ જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા આણંદ શહેરમાં રેપીડ ટેસ્ટની કામગીરી તેજ કરવામાં આવતાં ગત સપ્તાહે શહેરનાં વિવિધ શોપિંગ મોલ, બેન્કો, હોસ્પિટલો તેમજ જથ્થાબંધ માર્કેટમાંથી અનેક કોરોનાના શંકાસ્પદ દર્દીઓ મળી આવ્યા હતા સાથે સાથે ગત રવિવારનાં રોજ જિલ્લામાંથી કોરોનાના કુલ ૧૧ પોઝીટીવ કેસ મળ્યા હતા જો કે ત્યારબાદ કોરોનાના કેસોમાં ઘટાડો નોંધાયો હતો અને સોમવારે બે તથા મંગળવારે માત્ર ત્રણ કેસ નોંધાયા હતા.

જો કે આજે કોરોનાના કેસોમાં વધારો નોંધાતા કુલ છ કેસ મળી આવ્યા છે જેમાં આણંદની પંચાયત ઓફિસ નજીકની સ્વામિનારાયણ કૃપા સોસાયટીમાં રહેતી ૬૮ વર્ષીય મહિલા, આણંદ પાસેના કરમસદ ગામે સપથ રેસિડેન્સીમાં રહેતી ૨૯ વર્ષીય યુવતી તથા આણંદ તાલુકાના સારસા ગામે વાડીનાથ પુરા ખાતે રહેતો ૧૬ વર્ષીય કિશોર કોરોનામાં સપડાયા છે. ઉપરાંત પેટલાદ તાલુકાના મોરડ ગામે ભાથીજી મંદિર નજીક રહેતો ૨૩ વર્ષીય યુવક, આંકલાવ ગામે રહેતા ૯૬ વર્ષીય વૃધ્ધ અને બોરસદ તાલુકાના રાસ ગામે બસ સ્ટેન્ડ નજીક મહાદેવ મંદિર પાસે રહેતા ૮૪ વર્ષીય વૃધ્ધ પણ કોરોનાથી સંક્રમિત થયા હોવાની માહિતી પ્રાપ્ત થઇ છે. આ સાથે જીલ્લામાં કોરોનાના કુલ દર્દીઓનો આંક ૭૫૫ ઉપર પહોંચ્યો છે.

ખેડા જિલ્લામાં કોરોનાનો કેર યથાવત વધુ ૧૧ કેસ નોંધાયા : કુલ આંક ૧૦૬૩

નડિયાદ, ગળતેશ્વર, મહેમદાવાદ અને કઠલાલમાં બબ્બે કેસ મહુધા, ડાકોર અને કપડવંજમાં બેટાવડામાં એક-એક

ખેડા જીલ્લામાં આજે કુલ અગિયાર કોરોના પોઝીટીવ કેસો જાહેર થયા છે. નડિયાદ શહેરમાં આજે બે કોરોના પોઝીટીવ કેસો સામે આવ્યા છે. આ ઉપરાંત ગળતેશ્વર, મહેમદાવાદ અને કઠલાલમાં બે-બે કોરોના પોઝીટીવ કેસોનોંધાયા છે. આ ઉપરાંત મહુધા, ઠાસરા અને કપડવંજમાં એક-એક કોરોના પોઝીટીવ કેસો નોંધાયા છે. આથી જીલ્લામાં કુલ કોરોના પોઝીટીવ દર્દીનો આંક ૧૦૬૩ પહોંચ્યો છે.

કોરોના કાળમાં ઘરમાં કેદ થયેલા લોકો તબક્કાવાર અનલોકના સમયમાં ધીમે ધીમે હળવાશ અનુભવી રહ્યાં છે. ફરવાના શોખીન ગુજરાતીઓ અનલોકમાં મંદિરો સહિત ટુરીસ્ટ સ્થળો ખુલતા પોતાના વાહનોમાં નીકળી પડે છે. પરંતુ ટુરીસ્ટ સ્થળો પર સરકારી ગાઈડલાઈનનું પાલન કરવામાં આવતું હોવાના કારણે લોકો અગાઉ જેવી છૂટ પામી શકતા નથી.જોકે હજી પણ કોરોનાનો ભય ક્યાંકને ક્યાંક જોવા મળી રહ્યો છે.

નડિયાદ શહેરમાં નોંધાયેલા કેસ

* પુરૂષ ઉં.વ. ૫૭ પરમેશ્વર સોસાયટી, * પુરૂષ ઉં.વ. ૬૦ મંદિરવાળી પોળ, 

જિલ્લામાં અન્ય સ્થળે નોંધાયેલા કેસ

*  પુરૂષ ઉં.વ. ૪૧ પટેલ ફળિયું, અંઘાડી, તા. ગળતેશ્વર

*  પુરૂષ ઉં.વ. ૪૯ થર્મલ પાવરસ્ટેશન, થર્મલ તા. ગળતેશ્વર

*  પુરૂષ ઉં.વ. ૨૨ ભગત ફળિયું, વરસોલા, તા. મહેમદાવાદ

*  પુરૂષ ઉં.વ. ૫૭ પંચાલ ફળિયું, રૂદણ તા. મહેમદાવાદ

*  મહિલા ઉં.વ. ૬૫ ઈન્દ્રપ્રસ્થ સોસાયટી, કઠલાલ

*  પુરૂષ ઉં.વ. ૪૨ શ્રીહરિ ફ્લેટ, કઠલાલ

*  પુરૂષ ઉં.વ.૭૦ બહુચર માતા મંદિર, મોદીની ખડકી, મહુધા

*  પુરૂષ ઉં.વ. ૫૪ ગોપાલપુરા, ડાકોર તા. ઠાસરા

*  મહિલા ઉં.વ. ૨૦ બેટાવડા ગામ, તા. કપડવંજ


બાલાસિનોરમાં કોરોનાના બે સહિત મહીસાગર જિલ્લામાં ૮ કેસ નોંધાયા

લુણાવાડા તાલુકામાં પાંચ અને સંતરામપુર તાલુકામાં એક કેસ : કુલ આંકડો ૬૯૩ પહોંચ્યો

મહીસાગર જિલ્લામાં આજે બાલાસિનોર તાલુકાના ૦૨ પુરૂષ, લુણાવાડા તાલુકાની ૦૧ સ્ત્રી, ૪ પુરુષ, સંતરામપુર તાલુકાના ૦૧ પુરૂષનો રીપોર્ટ પોઝીટીવ આવ્યો છે. આમ, જિલ્લામાં કોરોનાના અત્યાર સુધીમાં ૬૯૩ કેસ પોઝીટીવ નોધાયા છે. 

આજે જિલ્લામાં સારવાર લઇ રહેલ દર્દીઓ પૈકી લુણાવાડા તાલુકાની ૦૧ સ્ત્રી,  ૦૩ પુરૂષો, સંતરામપુર તાલુકાની ૦૧ સ્ત્રી, ૦૧ પુરૂષે કોરોનાને મહાત આપતાં રજા આપવામાં આવતાં સ્વગૃહે પરત ફર્યા છે. આમ, જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ ૫૯૨ દર્દીઓ સ્વસ્થ થઇને સ્વગૃહે પરત ફર્યા છે. 

જિલ્લામાં કોરોનાના સંક્રમણને કારણે ૮ વ્યક્તિનું મૃત્યુ થયા છે. જયારે અન્ય કારણથી ૨૮ દર્દીનુ મૃત્યુ થતાં જિલ્લામાં કુલ ૩૬ મૃત્યુ નોંધાવા પામ્યા છે. અત્યાર સુધીમાં જિલ્લામાં સીઝનફલુ/ કોરોનાના કુલ ૨૪૯૩૧ રીપોર્ટ નેગેટીવ આવ્યા છે. તેમજ જિલ્લાના ૨૮૧ વ્યક્તિઓને હોમ ક્વોરોન્ટાઇન હેઠળ રાખવામાં આવ્યા હોવાનું મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રીએ જણાવ્યું છે. 

મહીસાગર જિલ્લામાં કોરોના પોઝીટીવના કારણે ૨૩ દર્દી કે. એસ. પી હોસ્પિટલ બાલાસિનોર, ૧૧ દર્દી ડિસ્ટ્રકિકટ હોસ્પિટલ, લુણાવાડા,  ૨૩ દર્દી હોમ આઇસોલેશન, ૦૨ દર્દી સિવિલ હોસ્પિટલ અમદાવાદ, ૦૪ દર્દીલુણાવાડા શિતલ નસગ કોલેજ (ભભભ), ૧૦ દર્દી જીઘલ્લ સંતરામપુર  ખાતે સારવાર હેઠળ છે.

 કોરોના પોઝીટીવ આવેલ દર્દીઓ પૈકી ૬૭ દર્દીઓ સ્ટેબલ અને ૦૫ દર્દીઓ ઓક્સિજન પર અને ૦૧ વેન્ટિલેટર પર છે


No comments:

Post a Comment