ઓનલાઈન પ્રશ્નપત્ર મેળવી કાગળ પર જવાબો લખી શાળામાં પહોંચાડાય છે
નડિયાદ, તા. 2 સપ્ટેમ્બર 2020, બુધવાર
કોરોના મહામારીના પગલે સરકાર દ્વારા નાગરિકોની સુરક્ષાના પગલારૂપે લોકડાઉનનો અમલ કરાવવામાં આવે છે. ખેડા શહેરની એક સ્કુલ દ્વારા વિદ્યાર્થીઓને ઓનલાઈન પ્રશ્નપત્ર આપવામાં આવે છે. જેના જવાબો કાગળ ઉપર લખીને વિદ્યાર્થી અથવા વાલીઓ શાળામાં પહોંચાડે છે.
શાળા કોલેજોમાં શિક્ષણકાર્ય બંધ રહેવાથી વિદ્યાર્થીઓ સતત વર્ગખંડ અને શાળા સંકુલથી દૂર રહ્યા છે. સરકારના સૂચન પ્રમાણે શિક્ષણ સંસ્થાઓ કોરોના કાળમાં વિદ્યાર્થીઓ શિક્ષણથી વિમુખ થઈ રુચિ ગુમાવે નહિં તે માટે ધો. ૯ થી ૧૨ના વિદ્યાર્થીઓની ઓનલાઈન માસિક કસોટી યોજે છે. જે અંતર્ગત વિદ્યાર્થીઓના વોટ્સએપ ગુ્રપ બનાવીને કસોટી પેપર મોકલવામાં આવે છે. જેના જવાબો કાગળ ઉપર લખીને વિદ્યાર્થી અથવા વાલી શાળામાં પહોંચાડે છે.
આ બાબતે ખેડા એચ.એન્ડી ડી. પારેખ હાઈસ્કુલના આચાર્યના જણાવ્યાનુસાર સમયની જરૂરિયાત અનુસાર શિક્ષણનીતિથી વિદ્યાર્થી પોતાના અભ્યાસથી જોડાયેલા રહેછે. સાથે સાથે પ્રશ્નપત્રના ઉત્તરો પ્રમાણિકતાથી લખીને સ્વયં નૈતિકતાના પાઠ શીખે છે.આ પરીક્ષાથી કર્મઠ વિદ્યાર્થીઓની કસોટી થાય છે.
શૈક્ષણિક સજ્જતા માટે શિક્ષણ અતિ મહત્વનું છે તે દરેક વિદ્યાર્થી જાણે છે એટલે જ પોતાની જાતે પેપર સોલ્વ કરે છે તેમ માનવામાં આવે છે.
No comments:
Post a Comment