ભુજ,મંગળવાર
કચ્છમાં કોરોના સંક્રમણ હવે ખતરનાક સાબિત થઈ રહ્યુ છે. એકાંતરે કચ્છમાં ત્રીસાથી વધુ પોઝીટીવ કેસો નોંધાતા હોઈ લોકોએ પણ સાવાધ રહેવાની જરૃરિતયાત છે તો તંત્ર દ્વારા નિયમોની અમલવારી માટે કડકાઈ દાખવાય તે પણ જરૃરી છે ત્યારે આજે કચ્છમાં નવા ૩૨ પોઝીટીવ કેસો નોંધાવા પામ્યા હતા. જેમાં, સૌથી વધુ માંડવી ગ્રામિણ વિસ્તારમા ં ૯ ત્યારબાદ ભુજ અને ગાંધીધામ શહેરમાં ૬-૬ કેસો નોંધાવા પામ્યા હતા.
આજે નોંધાયેલા પોઝીટીવ કેસોમાં અંજાર શહેર-૨, તાલુકામાં ૫, ભુજ શહેર-૬,ગ્રામિણ વિસ્તારમાં ૬, માંડવી તાલુકામાં ૯, ગાંધીધામ શહેરમાં ૬, મુંદરા અને લખપત તાલુકામાં એક-એક કેસ નોંધાવા પામ્યા છે. સુત્રોના જણાવ્યા પ્રમાણે આજે નોંધાયેલા પોઝીટીવ કેસોમાં ભુજ જી.કે.જનરલ હોસ્પીટલના ૩ રેસીડેન્ટ ડોકટર સહિત કુલ ૧૮ સ્ટાફને ચેપ લાગ્યો છે. જો કે, આરોગ્ય વિભાગ દ્વારા આ અંગેની સઘળી હકીકતો છુપાવાઈ રહી છે. કચ્છમાં હજુ ૨૫૮ એકટીવ પોઝીટીવ કેસ છે જયારે સરકારી ચોપડે મૃત્યાંક ભલે ૪૬ દેખાડાતો હોય પરંતુ વાસ્તવિકતા કંઈક જુદી છે. કચ્છમાં કુલ પોઝીટીવ કેસનો આંક ૧૫૦૩ પહોંચ્યો છે. પરિણામે, કચ્છની સિૃથતી પણ દિન પ્રતિદીન ચિંતાજનક છે.
કચ્છમાં કન્ટેમેન્ટ ઝોનમાં પણ નિયમોની અમલવારી કરાતી નાથી. પોલીસ અને તંત્ર દ્વારા કડક કાર્યવાહી તે જરૃરી છે. લોકો પણ હજુ માસ્ક અને સોશ્યિલ ડિસ્ટન્સ મામલે બેદરકાર છે. તો નિયમો માત્ર સામાન્ય પ્રજા માટે હોય તેમ નેતાઓ અને વગદારોને લાગુ પડતા ન હોય તેવો તાલ જોવા મળે છે. તો કચ્છની બજારમાં પણ સોશ્યિલ ડિસ્ટન્સના લીરેલીરા ઉડતા જોવા મળે છે. આ બધુ જોતા કચ્છમાં કોરોના વાધી રહ્યો છે.
તો બીજીતરફ હવે તબીબો અને નર્સિંગ સ્ટાફ કોરોનાનો ભોગ બની રહ્યો હોવાથી આ બાબત પણ ચિંતાજનક છે.
બિદડામાં કોરોનાના ૧૧૭ કેસ પોઝિટિવ આવ્યાની અફવા!
માંડવી તાલુકાના બિદડા ગામે રેપીડટેસ્ટમાં ૧૧૭ પોઝિટિવ કેેસો નોંધાયાની અફવા ફેલાતા ગામમાં ચકચાર મચી હતી. સોશ્યિલ મિડીયામાં આ પ્રકારના મેસેજ ફરતા લોકોના રીતસરના જીવ તાળવે ચોંટયા હતા. જો કે આ સમાચાર અફવા બની રહ્યા હતા.
બિદડા ગામે છેલ્લા બે દિવસ દરમિયાન કોરોનાથી ત્રણ દર્દીઓના મોત થવાની સાથે રેપીડ ટેસ્ટમાં ૧૧૭ પોઝીટીવ કેસો નોંધાયા હોવાના સમાચાર સોશ્યિલ મિડીયામાં વહેતા થયા હતા જોકે, તે એકમાત્ર અફવા હતી. બિદડામાં પોઝીટીવ કેસ આવતા હાલમાં સાત દિવસ માટે ગામમાં સ્વયંભુ લોકડાઉન જાહેર કરવામાં આવ્યો છે. પરંતુ, આ પ્રકારની ખોટી અફવા ફેલાવાતા તંત્ર ગંભીર બન્યુ છે. અને આવી હરકત કરનાર સામે કડક કાર્યવાહી થવી જોઈએ તેવી માંગ કરાઈ રહી છે.
કોરોનાગ્રસ્ત દર્દીના પરિવારજનો દ્વારા ખુલ્લેઆમ નિયમોનો ભંગ!
કોરોનાના કેસો વાધવાને બદલે દિન પ્રતિદીન વાધી રહ્યા છે. કોરોનાનું સંક્રમણ વાધતા ભયનો માહોલ પેદા થયો છે ત્યારે બીજીતરફ ભુજ સહિત કચ્છમાં અમુક સૃથળોએ ખુદ કોરોનાગ્રસ્ત દર્દીના પરિવારજનો દ્વારા નિયમોનો ખુલ્લેઆમ ભંગ કરાતો હોવાનો આક્ષેપ છે. શહેરના કે ગ્રામ્ય વિસ્તારમાં જે તે મહોલ્લા-શેરીઓને કન્ટેમેન્ટ ઝોન જાહેર કરાયા બાદ કેટલાક નિયમો પાળવાના હોય છે. કોરોનાગ્રસ્ત દર્દીના એરિયામાં લોકોની અવરજવર પર પ્રતિબંધ મુકાય છે. આવશ્યક ચીજવસ્તુની હેરફેર માટે તંત્ર દ્વારા હોમ ડીલીવરીની વ્યવસૃથા પુરી પડાય છે તેમ છતા ખુદ કોરોનાગ્રસ્ત દર્દીના પરિવારજનો બજારમાં ફરતા હોય છે. તેમના દ્વારા જ નિયમો તોડવામાં આવે છે. કન્ટેઈન્ટમેન્ટ ઝોનમાં નિયમો તોડવામાં આવે તો શિક્ષાને પાત્ર હોય છે આમ છતા લોકોની અનદેખી કરવામાં આવે છે ત્યારે આ અંગે તંત્ર કડક વલણ અપનાવીને આવા લોકો વિરૃધૃધ કાર્યવાહી કરે તેવી માંગ છે.
ભુજના વધુ ૩ વિસ્તારોને માઈક્રો કન્ટેઈન્ટમેન્ટ ઝોન જાહેર કરાયા
ભુજ શહેરની રામકૃષ્ણ કોલોની,મંદિરની બાજુમાં આવેલ સુદન રોયના ઘર સહિત આજુબાજુના ૭ ઘર (મંદિરની બાજુમાં, પીપળાની અંદરના વિસ્તાર),શહેરના રામકૃષ્ણ કોલોની, ટી.બી. હોસ્પિટલ રોડ પર આવેલ સજલ દાસના ઘર સહિત વિજય જનરલ સ્ટોર સુાધી, કુલ-૧ ઘર અને ૧ દુકાન,આઈયાનગર મુન્દ્રા રોડ પર આવેલ વસંતભાઇ વલ્લભભાઇ કંસારા (ઘર નં.૧૧૦-બી) ના ઘરાથી કિરણ વલ્લભદાસ કંસારા (૧૦૦-એ) ના ઘર સુાધી તાથા સામેની બાજુ લલિતભાઇ (ઘર નં.૯૦) ના ઘરાથી બંધ ઘર સુાધી માઇક્રો કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે. આ વિસ્તારમાં સરકારી ફરજ ઉપર સિવાયની તમામ પ્રકારની અવર-જવર પર સંપૂર્ણ પ્રતિબંધ મુકવામાં આવેલ છે. આ વિસ્તારના રહેવાસીઓને રાશન વિ. જીવન જરૃરિયાતની આવશ્યક ચીજવસ્તુઓ તંત્ર દ્વારા હોમડીલીવરીથી તેમના ઘરે પુરી પાડવામાં આવશે.
No comments:
Post a Comment