ભુજ, મંગળવાર
ભુજ શહેરમાં રખઢતા ઢોરના ત્રાસ દિન-પ્રતિદિન વાધી રહ્યો છે. ત્યારે અત્યાર સુાધીમાં સૌથી વધુ મહત્વની કહી શકાય તેવી કાર્યવાહી પાલિકાએ આદરી છે. અગાઉ એક પશુ માલિક સામે ફરિયાદ નોંધાયા બાદ હવે વધુ બે પશુ માલિકો સામે પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પાલિકાના આ કડક વલણના પગલે પશુઓ છુટ્ટા મુકતા તત્વોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.
ભુજ નગર પાલિકાના ચીફ ઓફીસર નિતીન બોડાને નોંધાવેલી ફરીયાદ મુજબ જીઈબીની પાછળ લોટસ કોલોનીમાં રખડતા ઢોર અંગે સુમાર બુાધાભાઈ અને સંતોષી માતાજીના મંદિરની સામે સમા જાવેદ ઉમરભાઈ સામે ફરીયાદ નોંધાવાઈ છે. લોકોની જીંદગી જોખમાય તે રીતે પશુઓ રસ્તા પર છુટા રાખવામાં આવ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, પાલિકા દ્વારા રસ્તા પરાથી ઢોર પકડયા બાદ આ પશુઓ છોડાવીને માલિકો દ્વારા ફરી વખત રસ્તે રઝળતા મુકી દેવામાં આવે છે. આ ઉપરાંત પાલિકાની ટીમ જ્યારે ઢોર પકડવા નિકળે ત્યારે તેની સામે ઝપાઝપી કરવાથી માંડીને ઢોર છોડાવી જવા અને ઢોરને બીજા સૃથળોએ હાંકી જવા સુાધીના કૃત્યો ભૂતકાળમાં થઈ ચૂક્યા છે. જેના પગલે પાલિકાએ કડક વલણ અપનાવીને હવે સીધા જ ફોજદારી રાહે ફરિયાદો દાખલ કરવાનું શરૃ કર્યું છે. ત્યારે આ કાર્યવાહીની કેવી અસર પડે છે? તેના પર પ્રજાની મીટ મંડાઈ છે.
માધાપરમાં રખડતા ઢોરના કારણે સર્જાતા અકસ્માતો
ભુજ તાલુકાના પરા ગણાતા માધાપરમાં ઢોરોના ત્રાસ વાધતા લોકો પરેશાન બન્યા છે. નિરાકરણ થાય તે જરૃરી છે. માધાપરના યક્ષ મંદિર, હિલવ્યુ સોસાયટી, ગોકુલાધામ સોસાયટી, ઈન્દ્રાધામ, બસ સ્ટેશન રોડ પર ઢોરો રસ્તામાં ઉતરી આવે છે. પરિણામે વાહન ચાલકોને પરેશાની વેઠવી પડે છે. અવાર-નવાર અકસ્માતો પણ સર્જાય છે. માલિકો પશુઓને દુાધ દોહવાઈ ગયા પછી છુટા મુકી દેતા હોય છે. ત્યારે માધાપર જુનાવાસ અને નવાવાસ ગ્રામ પંચાયત કડક બનીને માલિકો સામે ફરિયાદ નોંધાવવા આગળ આવે તેવી માંગ કરાઈ છે.
No comments:
Post a Comment