આજથી નર્મદા ડેમની સપાટી વધારવાનું શરૂ કરાશે, નર્મદાના પૂરે એકનો ભોગ લીધો - NEWS E HUB

Slider Widget

Tuesday, 1 September 2020

આજથી નર્મદા ડેમની સપાટી વધારવાનું શરૂ કરાશે, નર્મદાના પૂરે એકનો ભોગ લીધો



આજથી નર્મદા ડેમની સપાટી વધારવાનું શરૂ કરાશે, નર્મદાના પૂરે એકનો ભોગ લીધો

નર્મદા, તા. 01 સપ્ટેમ્બર 2020 મંગળવાર  

હાલ સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં વધારો થયો છે. હાલની ડેમની સપાટી 133 મીટર પર પહોંચી ગઈ છે. નર્મદા ડેમમાં પાણીની આવક 11,27,764 ક્યુસેક જેટલી છે. જેમાં 23 દરવાજામાંથી કુલ નર્મદા નદીમાં અત્યાર સુધી 11,27,374 ક્યુસેક પાણી છોડાયું છે. હાલ 23 દરવાજા 7.66 મીટર સુધી ખોલાયા છે. 

ભરૂચ નજીક નર્મદા નદી ભયજનક સપાટીથી 8 ફૂટ ઉપર વહી રહી છે. નીચાણવાળા વિસ્તારો પાણીથી લબાલબ થયા છે નર્મદા કંટ્રોલ ઓથોરિટીની ગાઇડલાઇન મુજબ નર્મદા ડેમમાં 31 ઓગસ્ટ સુધી 132 મીટર સુધી પાણી ભરવાની મંજૂરી છે. 

સોમવારે સાંજે 5 વાગ્યા સુધીમાં ડેમની સપાટી 132.88 મીટર નોંધાઇ હતી. ડેમમાં 1.25 લાખ ક્યુસેક જેટલા પાણીનો સંગ્રહ કરતા સપાટીમાં દર કલાકે 5 સે.મી. જેટલો વધારો થઇ રહ્યો છે.

ડેમનું લેવલ 132 મીટરનું જાળવી રાખવાની મર્યાદા સોમવારે રાત્રે પૂર્ણ થતાં મંગળવારથી ડેમ પૂર્ણકક્ષા સુધી ભરવાની મંજૂરી મળી છે. જેને કારણે સપ્ટેમ્બરમાં ડેમ પૂર્ણ કક્ષા એટલે કે 138 મીટર સુધી ભરાશે.

નર્મદા નદીમાં આવેલ પૂરના પાણીમાં ડૂબી જતાં એક વ્યક્તિનું મોત નિપજ્યું છે. ફુરજા વિસ્તારમાં 55 વર્ષીય વ્યક્તિનું ડૂબી જતાં મોત નિપજ્યું છે. બી ડિવિઝન પોલીસે ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે.


No comments:

Post a Comment