ગુજરાતમાં 10 ઈંચથી ઓછો વરસાદ એક પણ જિલ્લામાં નહીં - NEWS E HUB

Slider Widget

Tuesday, 1 September 2020

ગુજરાતમાં 10 ઈંચથી ઓછો વરસાદ એક પણ જિલ્લામાં નહીં


ગુજરાતમાં 10 ઈંચથી ઓછો વરસાદ એક પણ જિલ્લામાં નહીં

અમદાવાદ, તા. 1 સપ્ટેમ્બર 2020 મંગળવાર 

133 તાલુકાઓમાં 20 થી 40 ઇંચ સુધી વરસાદ નોંધાયો છે. જ્યારે 10 ઇંચથી ઓછો વરસાદ વરસ્યો હોય તેવો એક પણ જિલ્લો નથી.

રાજ્યના 205 જળાશયો પૈકી 154 જળાશયો હાઇ એલર્ટ પર મૂકાયા છે. જેમાં 12 જળાશયો એલર્ટ પર અને 12 જળાશયો વોર્નિંગ પર છે. રાજ્યમાં કુલ 62 નદીઓ અને 78 મોટા તળાવ ઓવરફલો થયા છે.

સૌરાષ્ટ્રમાં 162.64ટકા, દક્ષિણ ગુજરાતમાં 102.45 ટકા, ઉત્તર ગુજરાતમાં 101.72 ટકા, પૂર્વ મધ્ય ગુજરાતમાં 87.56 ટકા સરેરાશ વરસાદ નોંધાયો છે. 

રાજ્યના 94 તાલુકાઓમાં સિઝનનો 40 ઇંચ વરસાદ નોંધાઈ ચૂક્યો છે. જેમાં 103 ડેમ 100% કરતા વધુ ભરાયા છે. આ વખતે જો સૌથી વધુ વરસાદ કયા જિલ્લામાં થયો તેની વાત કરીએ તો કચ્છમાં 251.66 ટકા વરસાદ નોંધાયો છે.


No comments:

Post a Comment