વાગડમાં સમિતિ દ્વારા છેવાડાના વિસ્તારના બાળકોની શિક્ષણની ભૂખ સંતોષવા પ્રયાસો - NEWS E HUB

Slider Widget

Saturday, 5 September 2020

વાગડમાં સમિતિ દ્વારા છેવાડાના વિસ્તારના બાળકોની શિક્ષણની ભૂખ સંતોષવા પ્રયાસો

ભુજ,શુક્રવાર

શિક્ષક કયારેય સાધારણ નાથી હોતા. રાષ્ટ્રનું નિર્માણ અને સંહાર તેમના વિચાર, વિદ્યાર્થીઓ અને શિક્ષણ પર નકકી કરી શકાય છે! જળ, રણને પહાડની ત્રિવિાધ પ્રકૃતિ ધરાવતા કચ્છ જિલ્લાના રાપર તાલુકાના વાગડ વિસ્તારમાં શિક્ષણની જાગૃતિ અને રસ વાધે એ આશયાથી ૨૦૧૪માં રાપર તાલુકાના શિક્ષકોએ વાગડ શિક્ષણ સમિતિ નામની ઓપન કલબ શરૃ કરી. જેમાં માત્ર શિક્ષકો જ નહીં પરંતુ શિક્ષણમાં રસ ધરાવતાં અને પોતાનું યોગદાન આપવા ઈચ્છનાર કોઇપણ જોડાઇ શકે છે. સમિતિના સભ્યો સ્વખર્ચે સેવા કરે છે. વાગડના અંતરીયાળ અને દુરના ગામોમાં જયાં શિક્ષણની ભૂખ છે. ત્યાં ભેખ લગાવીને સૃથાનિકોની સહાયાથી આ સમિતિના નકકી કરેલ સભ્યો પહોંચીને શિક્ષણની જયોત જલાવે છે.

શિક્ષણ સંદર્ભે થતાં રચનાત્મક અને હકારાત્મક કાર્યો માટે બાધા સ્વતંત્ર છે. રાપર તાલુકામાં ૩૦૦ ઉપરાંત પ્રાથમિક શાળાઓ છે. તેના સહયોગાથી અંદાજે ૫૦ જેટલા નિયમિત સભ્યો શિક્ષણની કામગીરી કરી રહયા છે. બાળકો અને શિક્ષકો માટે મજબૂત પ્લેટફોર્મ એવી આ સમિતિ તાલુકાના અંતરિયાળ વિસ્તારની શાળાઓમાં મુલાકાતો લે છે. શૈક્ષણિક સાહિત્ય નિર્માણ કરે છે. ભવિષ્યમાં ક્રિયાત્મક સંશોધનો અને શોધો દ્વારા શિક્ષણની મુશ્કેલીઓ તાથા અવરોધોને નિવારવાના ઉપાયો યોજતી રહી છે. આ સમિતિની ઈતર પ્રવૃતિઓ, કવીઝ સ્પાર્ધાઓ, સ્પોર્ટસ, ચિંતન શિબિરો, સાહિત્ય અક્ષર સુાધારણા કાર્યક્રમ, વર્કશોપ, સાંસ્કૃતિક કાર્યક્રમો અને સન્માન કાર્યક્રમોથી શિક્ષકો વિદ્યાર્થીઓનું સન્માન પણ કરાય છે.

સોશિયલ મીડીયા અને ઈ-યુગનો પણ આ સમિતિ બખુબી ઉપયોગ કરે છે. વાગડ શિક્ષણ સમિતિનાં બ્લોગ 'વાગડની ધરોહર' દ્વારા તાલુકાના તમામ બાળકોને આવરી લેવામાં આવે છે. માલીસર વાંઢ પ્રાથમિક શાળા, અયોધ્યાપુરી કન્યા પ્રાથમિક શાળા, ત્રંબૌ કુમાર પ્રાથમિક શાળા, ગેલીવાડી પ્રા.શાળા અને જેપીનગર પ્રા.શાળાના શિક્ષકોના પરામર્શ હેઠળ 'વાગડ શિક્ષક'સામયિક પણ પ્રગટ થાય છે. બ્લોગ પર બાળકોના ટેસ્ટ લેવાય છે. ૩ થી ૮ ના બાળકોનો ગુજરાતીમાં ૪૬૪ વાર અને અંગ્રેજીમાં ૩૦ વાર ગણિતમાં ૬ થી ૮ ધોરણ માટે ૨૮ વાર અને ધોરણ ૪ થી ૮ ના માટે ૭૮ વાર હિન્દીમાં ટેસ્ટ લેવાયો છે. રાપર તાલુકાના વાગડ સુના વિસ્તારના અંતરિયાળ ગામના બાળકો, વાલીઓ અને શિક્ષણપ્રેમીઓ પણ આ બ્લોગનો લાભ  લેતા રહે છે. કોરોના વાયરસ કોવીડ-૧૯માં પણ શિક્ષકો અને આ ઈ-સુવિાધાથી વાગડમાં શિક્ષણની વસંત મહેંકી રહી છે.

આજે કચ્છના ૨૪ શિક્ષકોને એવોર્ડ, પ્રમાણપત્ર આપીને સન્માનિત કરાશે 

આવતીકાલે ૫ સપ્ટેમ્બર શિક્ષક દિવસના જિલ્લામાથક ભુજમાં ૨૪ જેટલા શ્રેષ્ઠ શિક્ષકોને એવોર્ડ આપી સન્માનીત કરાશે. ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણના જન્મદિવસ નિમિત્તે ૫ સપ્ટેમ્બરના શિક્ષક દિન તરીકે દેશભરમાં ઉજવણી કરવામાં આવે છે. શાળા, તાલુકા, જિલ્લાકક્ષાએ શ્રૈષ્ઠ કામગીરી કરનારા શિક્ષકોને એવોર્ડ અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવે છે. ત્યારે ભુજમાં આવતીકાલે શિક્ષકદિનની ઉજવણી કરવામાં આવશે. આ બાબતે જિલ્લા શિક્ષણાિધકારી કચેરીના સુત્રોના જણાવ્યા પ્રમાણે ભુજની મુક્તજીવન સ્વામીબાપા મહિલા કોલેજમાં શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવશે. જેમાં ૨૪ જેટલા શિક્ષકોને બિરદાવવામાં આવશે. તાલુકા કક્ષાએ પસંદગી પામેલા પ્રાથમિક વિભાગના ૨૦ અને જિલ્લા કક્ષાએ પસંદગી પામેલા ૪ શિક્ષકોને એવોર્ડ આપી સન્માનીત કરવામાં આવશે. હાલની વૈશ્વિક મહામારીની પરિસિૃથતીમાં સરકારની ગાઈડ લાઈનનું ચુસ્તપણે પાલન કરવામાં આવશે.


No comments:

Post a Comment