અમદાવાદ, તા. 5 સપ્ટેમ્બર, 2020, શનિવાર
પુત્રવધુ ફીઝુ પટેલ પર ઘરેલુ હિંસા તેમજ હત્યાના પ્રયત્ન સહિતના ગુનામાં પોપ્યુલર બિલ્ડર્સના રમણ પટેલ, મૌનાંગ પટેલ, દશરથ પટેલ અને વીરેન્દ્ર પટેલના ફરી રિમાન્ડ મેજિસ્ટ્રેટે મંજૂર કર્યા છે. ચારેય આરોપીઓને સોમવાર સવારે 11 વાગ્યા સુધી રિમાન્ડ પર મોકલવામાં આવ્યા છે.
ગત રવિવારે મેજિસ્ટ્રેટ કોર્ટે આરોપીઓની રિમાન્ડ અરજી ફગાવી તેમને જેલમાં મોકલ્યા હતા. આ આદેશ સામે સરકારે આરોપીઓના ફરી રિમાન્ડની માગણી કરતી અરજી સેશન્સ કોર્ટમાં કરી હતી. જેમાં સેશન્સ કોર્ટે મેજિસ્ટ્રેટને રિમાન્ડ અંગે ફેરવિચારણા કરવા આદેશ કર્યો હતો.
જેમાં આજે સુનાવણી દરમિયાન સરકારી વકીલ પ્રવીણ ત્રિવદીએ રજૂંઆત કરી હતી કે ગત સુનાવણીમાં આરોપીઓની પૂરતી પૂછપરછ થઇ શકી નથી અને આરોપીઓ સહકાર પણ આપી રહ્યા નથી. ફરિયાદી ફીઝુ પાસે તેને મિલકતમાંથી બાકાત કરતા દસ્તાવેજો પર બળજબરીથી સહી લેવામાં આવી હતી. આ ઘટનાની વીડિયોગ્રાફી આરોપીઓએ કરી હતી. આ તમામ પુરાવાઓ અંગે આરોપીઓ કોઇ માહિતી આપી રહ્યા નથી.
No comments:
Post a Comment