
- વેપારી થયા બેરોજગાર સરકાર હવે તો ખોલો રોજગાર સહિતના બેનર સાથે દેખાવ
ભાવનગર, તા. 10 સપ્ટેમ્બર 2020, ગુરૂવાર
કોરોનાના પગલે સરકાર દ્વારા સાવચેતીના ભાગરૂપે લોકડાઉન કરવામાં આવ્યુ હતુ તેથી લોકોના રોજગાર-ધંધા ઠપ્પ થઈ ગયા હતાં. ત્યારબાદ રોજગાર-ધંધા ખોલવા તબક્કાવાર છુટછાટ આપી હતી પરંતુ તેમ છતાં ભાવનગરમાં સર્વિસ પ્રોવાઈડર્સના ધંધા-રોજગાર પાંચ માસથી બંધ હાલતમાં છે. કોરોનાની મહામારીમાં સર્વિસ પ્રોવાઈડર્સોને જીવન નિર્વાહ મૂશ્કેલ બન્યુ છે તેથી સભ્યોએ આજે ગુરૂવારે આવેદન પાઠવી વ્યથા ઠાલવી હતી.
ભાવનગરમાં સર્વિસ પ્રોવાઈડર એસોસીએશનના સભ્યોએ આજે ગુરૂવારે સવારે રોજગાર-ધંધાના પ્રશ્ને જિલ્લા કલેકટરને રજુઆત કરી હતી અને સરકાર વેપારીઓના હિતમાં તત્કાલ યોગ્ય પગલા લે તેવી માંગણી કરી હતી. વેપારી થયા બેરોજગાર સરકાર હવે તો ખોલો રોજગાર, સરકાર અમને વેપાર-ધંધાની છુટ આપો સહિતના બેનર સાથે દેખાવ સભ્યોએ દેખાવ કર્યા હતાં. કોરોના મહામારી કારણે સમગ્ર અર્થતંત્રને નુકશાન થયું છે. ખાસ કરીને મેળાવડા અને પ્રસંગો બંધ રહેતા છેલ્લા પાંચ મહિનાથી મંડપ, લાઇટ-માઇક, કેટરીંગ, ફોટોગ્રાફી, આર્ટિસ્ટ, ફલાવર ડેકોરેશન, પાર્ટી-પ્લોટ, બેંડ-બગી, કર્મકાંડ, કંકોત્રી સહિતના વ્યવસાય અને સંલગ્ન ધંધા સાથે જોડાયેલા અન્ય પરિવારો જીવન નિર્વાહ પણ મુશ્કેલ બન્યો છે.
કોરોના સામે સાથે મળીને લડવાનું જ છે પરંતુ ધંધા રોજગાર પણ ટકાવવા પડશે. અનલોક-૪ સાથે સરકાર દ્વારા આ દિશામાં આગલી મીટીંગ જાહેર કરવામાં આવી છે ત્યારે ભાવનગર સર્વિસ પ્રોવાઇડર એસોસિએશન સાથે સંકળાયેલા વ્યવસાયકારોની રજૂઆત સરકાર સુધી પહોંચાડવા અટલ બિહારી બાજપાઇ ઓડિટોરીયમ ખાતે બેઠક કરી જિલ્લા કલેકટર કચેરીએ આવેદન પાઠવ્યુ હતું. લગ્ન પ્રસંગ, કાર્યક્રમ વગેરે બંધ હોવાથી સર્વિસ પ્રોવાઈડર્સના ધંધા લાંબા સમયથી ઠપ્પ છે તેથી લોકોની સ્થિતી કફોડી થઈ છે ત્યારે સરકારે વેપારીઓના હિતમાં યોગ્ય પગલા લેવા જોઈએ તેવી માંગણી ઉઠી છે.
No comments:
Post a Comment