કચ્છમાં કોરોનાથી ચારના મોતઃ પ્રજાને ભયમુકત રાખવા માટે પોઝિટિવ કેસ માત્ર ૧૩ જ દેખાડાયા! - NEWS E HUB

Slider Widget

Thursday, 10 September 2020

કચ્છમાં કોરોનાથી ચારના મોતઃ પ્રજાને ભયમુકત રાખવા માટે પોઝિટિવ કેસ માત્ર ૧૩ જ દેખાડાયા!

ભુજ,બુધવાર

કચ્છ જિલ્લામાં કોરોનાના કેસો શેરબજારની માફક નોંધાય છે.! એક દિવસ ત્રીસાથી વધુ કેસો હોય છે અને બીજા દિવસે પંદરની આસપાસ. આવી હકીકત પરાથી સમજાતુ નાથી કે, કોરોનાનું સંક્રમણ કેટલુ છે? ગત રોજ મંગળવારે ૩૨ કેસો કચ્છમાં નોંધાયા હતા અને આજે માત્ર ૧૩ કેસો નોંધાવા પામ્યા હતા. દરમિયાન, કોરોનાથી ચાર વ્યકિતઓના મોત નિપજતા કચ્છમાં હાહાકાર મચી ગયો છે.

આજે નોંધાયેલા પોઝીટીવ કેસોમાં અબડાસા ગ્રામ્ય વિસ્તારમાં ૨, અંજાર શહેર-૧, ગ્રામ્યમાં ૨, ભચાઉ શહેરમાં ૧, ભુજ શહેરમાં ૨, ગાંધીધામ શહેરમાં ૨ તેમજ  માંડવી તાલુકામાં ૩ કેસો નોંધાયા હતા. પરંતુ, જિલ્લાના આરોગ્ય વિભાગ દ્વારા રોજેરોજના અપાતા આંકડા પરાથી સમજાતુ નાથી કે, કોરોનાનું સંક્રમણ કેટલુ છે? કેમ કે, એક દિવસ કેસો ૩૦નો આંકડો હદ વટાવી જાય છે તો બીજીતરફ બીજા દિવસે માંડ ૧૦થી ૧૫ની આસપાસ કેસો હોય છે. કોરોનાનું સંક્રમણ વાધે કે ઘટે તેવી લોકોમાં પણ ચર્ચા છે. દરમિયાન,કોરોનાએ ચાર વ્યકિતનો ભોગ લીધો હતો. જેમાં, ભુજના કૈલાશનગરમાં રહેતા નિવૃત જમાદાર નવિનચંદ્ર પરમારનું મોત નિપજયુ છે. તો ચારેક દિવસ પહેલા હોસ્પીટલમાં કોરોનાનો ટેસ્ટ કરાવવા ગયા હતા ત્યારબાદ ગત રાત્રિના તેમનું મોત થયુ હતુ. તો બિદડાના કોરોનાગ્રસ્ત ૭૨ વર્ષીય મણિલાલ નામના દર્દીનું પણ મૃત્યુ થયુ છે. રાપરના આયુવેર્દિક તબીબ ડો. દિનેશ ગઢવી કે જેમનું ગત ૨૯ ઓગસટના રિપોર્ટ પોઝીટીવ આવ્યો હતો.  તો ભુજ જીકે.માં દાખલ મુકતાબેન ગોર નામના મહિલા દર્દીનો પણ કોરોનાએ ભોગ લીધો હતો. તો બન્ની-પચ્છમમાં પણ કોરોનાએ પગ પેસારો કર્યો હોય તેમ મોટા દિનારામાં કેસના પગલે દર્દીને મસ્કા ખાતે મોકલી દેવામાં આવ્યો છે. તો તેના સંપર્કમાં આવેલા ૨૯ લોકોને હોમ કવોરન્ટાઈન કરી દેવામાં આવ્યા છે. તો ખાવડામાં પણ ૨૨ જણાને હોમ કવોરન્ટાઈ કરાયા હોવાના સમાચાર મળ્યા હતા. કચ્છમાં કોરોનાના આંક જે રીતે બતાવવામાં આવી રહ્યા છે તે જોતા અનેક ભેદભરમ ઉઠી રહ્યા છે. આરોગ્ય વિભાગ દ્વારા અપાતા આંકડા પણ સાચા નાથી અને બીજીતરફ મોતનો આંકડો પણ સાચુ દેખાડતા નાથી એટલે લોકોના મનમાં અનેક સવાલો પેદા થયા છે.

માંડવીના વધારે ૬ તેમજ ભચાઉનો એક વિસ્તાર માઈક્રો કન્ટેઈન્મેન્ટ ઝોન જાહેર

માંડવી તાલુકાના ગોધરા ગામની મીલવાડી, માંડવી શહેરના નિલકંઠનગર,તાલુકાના મોટી રાયણ ગામની ભગતવાડી,ગુંદીયાળી ગામના મફતનગર,બીદડા ગામના રાજગોર ફળિયા,મુલાણવાડી તેમજ ભચાઉ તાલુકાના વોંધના હાઈવે પ્લોટ શેરી નં.૧ માં અંબાલાલ દાનાભાઇ પટેલના ઘરાથી નવીનભાઇ ભચુભાઇ પટેલના ઘરને માઇક્રો કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે.   આ વિસ્તારમાં સરકારી ફરજ ઉપર સિવાયની તમામ પ્રકારની અવર-જવર પર સંપૂર્ણ પ્રતિબંધ મુકવામાં આવેલ છે. કન્ટેન્મેન્ટ ઝોન/માઇક્રો ઝોન વિસ્તારમાં સવારે ૭ થી સાંજના ૭ વાગ્યા સુાધી આવશ્યક સેવાઓ અને જીવન જરૃરિયાતની ચીજવસ્તુઓની વેચાણની પરવાનગી રહેશે. આ વિસ્તારના રહેવાસીઓને રાશન વિ. જીવન જરૃરિયાતની આવશ્યક ચીજવસ્તુઓ તંત્ર દ્વારા હોમડીલીવરીથી તેમના ઘરે પુરી પાડવામાં આવશે.


No comments:

Post a Comment