ભુજ, બુાધવાર
ગાંધીધામમાં ચાર કિન્નરોએ યુવાનને ઢોર માર મારી મોતને ઘાટ ઉતારી દેતા બનાવ હત્યામાં પલટાયો છે પોલીસે ચારેય કિન્નરોને રાઉન્ડઅપ કરી કોરોના અંગેના રિપોર્ટની પ્રક્રિયા હાથ ધરી છે.
ગાંધીધામમાં ભીખ માગવા મુદ્દે સર્જાયેલી અંટશમાં ચાર કિન્નરોએ આદિપુરના ચારવાડી પાસે એક યુવકના માથાના વચ્ચેના વાળ કાપી, પેન્ટ ફાડી નાખી ઢોર માર મારતાં ગંભીર ઈજાઓાથી તેનું મોત નીપજ્યું છે અસલી અને નકલી કિન્નર આૃથવા ભીખ માગવાની હદ ઓળંગવા જેવા મુદ્દે ધોળા દિવસે આ હત્યા થઈ હોવાનું પોલીસ માની રહી છે. ગાંધીધામની જૂની કાર્ટ પાસે રહેતો ૩૫ વષય પ્રકાશ વેન્ડરાવ ગૌડને લીલાશા સર્કલ નજીક ચાર કિન્નરોએ કોઈ કારણોસર ઢોર માર માર્યો હતો બાદમાં આદિપુરના ચારવાડી નજીક પણ માર માર્યો હતો શરીરના આંતરિક અંગોમાં ગંભીર ઈજાથી તેનું મોત થયું હતું. ગાંધીધામ એ ડિવિઝન પોલીસે પ્રકાશના નાના ભાઈ લખનની ફરિયાદના આાધારે ચાર અજાણ્યા કિન્નરો સામે ઢોર માર મારી હત્યા નીપજાવવાનો ગુનો દાખલ કર્યો હતો પોલીસ સૂત્રોના મતે અસલી અને નકલી કિન્નર આૃથવા હદના વિવાદમાં આ બનાવ બન્યો હોવાની શક્યતા છે. પોલીસે ચારેય કિન્નરોને રાઉન્ડ અપ કરી લીધાં છે કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ વિિધવત ધરપકડ કરવામાં આવશે.
No comments:
Post a Comment