અમદાવાદ, તા. 4 સપ્ટેમ્બર, 2020, શુક્રવાર
શહેરમાં કોરોનાના કેસની સંખ્યાને ધ્યાનમાં રાખી શુક્રવારે વધુ 18 સ્થળોને માઈક્રોકન્ટેઈન્મેન્ટમાં મુકવામાં આવ્યા છે.શહેરના સાબરમતી વોર્ડમાં બુલેટટ્રેનની કનસ્ટ્રકશન સાઈટ પર કામ કરતા શ્રમિકોના ટેસ્ટ કરવામાં આવતા બાવન શ્રમિકો પોઝિટિવ મળ્યા છે.
શહેરમાં વધુ 49 જેટલી બાંધકામ સાઈટ પર તપાસ થતા ચાર શ્રમિકો પોઝિટિવ મળી આવ્યા છે.પોઝિટિવ આવેલા તમામને નજીકના કોવિડ કેર સેન્ટરમાં સારવાર માટે મોકલી અપાયા છે.
સાબરમતી વોર્ડમાં મ્યુનિ.દ્વારા બુલેટ ટ્રેનની કન્સ્ટ્રકશન સાઈટ પર 350 જેટલા શ્રમિકોના રેપીડ ટેસ્ટ કરવામાં આવતા બાવન જેટલા શ્રમિકો કોરોના પોઝિટિવ હોવાનું ધ્યાનમાં આવ્યુ હતુ. શહેરમાં શુક્રવારે વિવિધ સાત ઝોનમાં 49 જેટલા સ્થળોએ ચાલતા બાંધકામ સાથે સંકળાયેલા કામદારોના કુલ મળી 480 ટેસ્ટ કરવામાં આવતા પૂર્વઝોનમાં ચાલતી બાંધકામ સાઈટ પરથી ચાર શ્રમિકો પોઝિટિવ મળી આવ્યા છે.
નવા 18 સ્થળ કોરોના કેસની સંખ્યાને ધ્યાનમાં લઈ માઈક્રોકન્ટેઈન્મેન્ટમાં મુકાયા છે.જેમાં ઉત્તર-પશ્ચિમઝોનના સાત,દક્ષિણ-પશ્ચિમ ઝોનના અને દક્ષિણ ઝોનના ત્રણ-ત્રણ,ઉત્તર ઝોન અને પૂર્વઝોનમાં બે-બે તથા પશ્ચિમ ઝોનમાં એક સ્થળનો સમાવેશ થાય છે.
No comments:
Post a Comment