અમદાવાદ, તા. 4 સપ્ટેમ્બર, 2020, શુક્રવાર
ગુજરાત યુનિ.ની ધો.12 સા.પ્ર. પછીના આર્ટસ પ્રવેશ માટેની ઓનલાઈન પ્રવેશ પ્રક્રિયામાં બે રાઉન્ડ ઓનલાઈન કરાયા બાદ ખાલી બેઠકો માટે ઓફલાઈન રાઉન્ડ જાહેર કરવામા આવનાર હતો પરંતુ એબીવીપીએ હોબાળો મચાવતા હવે ઓફલાઈન રાઉન્ડ જાહેર થશે.
બી.એ અને જર્નાલિઝમ સહિતના આર્ટસ ફેકલ્ટી રીલેટેડ કોર્સની 14 હજારથી વધુ બેઠકો માટેની પ્રવેશ પ્રક્રિયામા બે રાઉન્ડ ઓનલાઈન કરાયા બાદ ખાલી બેઠકો જે તે કોલેજને ભરવા સોંપી ઓફલાઈન પ્રવેશની જાહેરાત કરવાની વિચારણા હતી.
જો કે વિદ્યાર્થી સંગઠને આજે પ્રવેશ સમિતિ ખાતે ભારે હોબાળો મચાવ્યો હતો અને વિરોધ કર્યો હતો. યુનિ.એ આ વર્ષે પહેલેથી પ્રવેશમાં એબીવીપીના વિરોધને વશ થઈ નિર્ણયો લીધા છે ત્યારે આર્ટસમાં પણ અંતે વિદ્યાર્થી હિતમાં ત્રીજો રાઉન્ડ ઓનલાઈન જાહેર કરવાનો નિર્ણય છે.ટૂંક સમયમાં ઓનલાઈન રાઉન્ડના કાર્યક્રમની જાહેરાત કરાશે.
કોમર્સમાં નવું રજિસ્ટ્રેશન-રિશફલિંનું મેરિટલિસ્ટ જાહેર
અમદાવાદ,શુક્રવાર
ગુજરાત યુનિ.ની ઓનલાઈન સેન્ટ્રલાઈઝડ પ્રવેશ પ્રક્રિયામાં બે ઓનલાઈન રાઉન્ડ બાદ ત્રીજો રાઉન્ડને પણ રીશફલિંગ રાઉન્ડ જાહેર કરાયો હતો અને સાથે સાથે બાકી રહેલા વિદ્યાર્થીઓ માટે રજિસ્ટ્રેશન શરૂ કરાયુ હતુ.1500થી વધુ વિદ્યાર્થીએ રજિસ્ટ્રેશન કરતા આ વિદ્યાર્થીઓ નવા ઉમેરાયા હતા અને અગાઉ પ્રવેશથી વંચિત રજિસ્ટર્ડ વિદ્યાર્થીઓ તેમજ રીશફલિંગમાં કન્સેન્ટ આપનારા વિદ્યાર્થીઓનું પ્રોવિઝનલ મેરિટ આજે જાહેર થયુ છે.જેમાં 11752 વિદ્યાર્થીમાંથી 71 વિદ્યાર્થી હાલ ડોક્યુમેન્ટના કારણોસર બાકાત રહ્યા છે અને 11681નો સમાવેશ થયો છે.જેમાં અન્ય બોર્ડના 452 વિદ્યાર્થી છે.
No comments:
Post a Comment