ભુજ,શનિવાર
લાંબા સમયાથી ભુજ શહેરમાં વાધતા ઢોરોના ત્રાસ મુદ્દે અંતે નગર પાલિકા હરકતમાં આવી છે. ભુજમાં રખડતા ઢોર મામલે ચીફ ઓફિસરે ઢોર માલિક વિરૃદ્ધ ફરિયાદ નોંધાવી હોવાનું જાણવા મળે છે. જો કે આ ફરિયાદ બાદ કેવો પ્રતિસાદ મળશે? તેના પર લોકોની મીટ મંડાઈ છે.
ભુજ શહેરમાં છેલ્લા ઘણા સમયાથી ઢોરોનો ત્રાસ વધ્યો છે ત્યારે શહેરીજનો ત્રસ્ત થયા છે. આ મામલે ઉચ્ચ કક્ષાએ રજૂઆત પણ કરવામાં આવી હતી ત્યારે આજે ચીફ ઓફિસર નીતીન બોડાતે મુન્નાભાઈ શંકરભાઈ શાહ નામના ઢોર માલિક સામે ફરિયાદ નોંધાવી છે. જે મુજબ આ શખ્સે પોતાની ૧૧ ગાય જાહેર રોડ પર આવતા-જતા રાહદારીઓ તેમજ વાહન ચાલકોની જિંદગી જોખમાઈ તે રીતે છુટા મુકી દઈ અને બેદરકારી દાખવી હતી. જી.કે. જનરલ હોસ્પિટલ પાસે આ ઢોરો રખઢતા મુકી દેવાયા હતા. પાલિકાની ટીમ સૃથળ ઉપર જતાં આ મામલો બહાર આવ્યો હતો. ઉલ્લેખનિય છે કે, આજે સવારે ભુજના પ્રમુખસ્વામીનગર, હોસ્પિટલ રોડ, જીઈબી નજીકાથી ર૦ ઢોરોને પકડવામાં આવ્યા હતા. જ્યારે શુક્રવારે પ૭ ઢોરો પાંજરે પુરાયા હતા. ગુરૃવારે ૧૧ ઢોરો સહિત અત્યાર સુાધી ૧૧૦ને ડબ્બામાં મુકવામાં આવ્યા હતા.
No comments:
Post a Comment