પાનધ્રો પાવર સ્ટેશનના બે ઈજનેરો રૃ.૪૦ હજારની લાંચ લેતા પકડાયા - NEWS E HUB

Slider Widget

Wednesday, 9 September 2020

પાનધ્રો પાવર સ્ટેશનના બે ઈજનેરો રૃ.૪૦ હજારની લાંચ લેતા પકડાયા

ભુજ, મંગળવાર

લખપત તાલુકામાં આવેલા પાનાધ્રો થર્મલ પાવર સ્ટેશનનાં કોન્ટ્રાકટર પાસેાથી બે એન્જિનિયર ૪૦ હજાર રૃપિયાની લાંચ લેતાં એસીબીની ટ્રેપમાં પકડાઈ ગયા છે. બનાવને પગલે ચકચાર મચી ગઈ છે. એન્ટિ કરપ્શન બ્યુરોએ ગુનો દાખલ કરીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

એસીબીએ સિવિલ મેઈન્ટેનન્સ વિભાગના વર્ગ બેના ડેપ્યુટી એન્જિનિયર વિપુલકુમાર માધવજીભાઈ બરાસરા અને વર્ગ ૩ના જૂનિયર એન્જિનિયર ચંદ્રકાન્ત કનીલાલ નિષાદને  લાંચ લેતાં ઝડપી પાડયાં છે ગુજરાત સ્ટેટ ઈલેક્ટ્રીસીટી કોર્પોેરેશન સંચાલિત કચ્છ થર્મલ પાવર સ્ટેશનમાં સફાઈ કામદારો સપ્લાય કરતાં કોન્ટ્રાક્ટરનું અટકેલું બીલ પાસ કરવા તેમજ અન્ય અટકાવી રખાયેલાં કામો શરૃ કરાવવા પેટે બંને ઈજનેરે અલગ અલગ રકમની લાંચ માંગી હતી. ડેપ્યુટી એન્જિનિયર વિપુલ બરાસરાએ ૧૫ હજાર અને જૂનિયર એન્જિનિયર ચંદ્રકાન્ત નિષાદે ૨૫ હજાર એમ કુલ ૪૦ હજાર રૃપિયા માંગ્યા હતા જેાથી એસીબીએ કચેરીમાં છટકું ગોઠવી બંને ઇજનેરને લાંચની રકમ સ્વિકારતાં રંગેહાથ ઝડપી લેતા ચકચાર ફેલાઈ છે.


No comments:

Post a Comment