ભુજ, બુાધવાર
અંજાર તાલુકાના મેઘપર બોરીચીમાં ગઈકાલે એક યુવાન દંપતિની લાશ સળગેલી હાલતમાં મળી આવતા ચકચાર મચી જવા પામી છે. આજે જાહેર થયેલા આ બનાવ સંદર્ભે પોલીસ દ્વારા તેના પરિવારની પુછપરછ હાથ ધરવામાં આવી છે. આ દંપતિના મોતનો બનાવ પ્રાથમિક દ્રષ્ટિએ આપઘાત જેવો લાગી રહ્યો છે. ગઈકાલાથી બનાવ અંગે વિવિાધ ચર્ચાઓ થઈ રહી છે. જેમાં વ્યાજખોરીના ત્રાસાથી આપઘાત કરી લીધો હોવાની ચર્ચાએ વેગ પકડયો છે. ઘટનાસૃથળેાથી અકસ્માત થયો હોય તેવા કોઈ ચિન્હો જોવા મળ્યા નાથી.
આ અંગેની પ્રાપ્ત થતી વિગતો અનુસાર અંજારના મેઘપર-બોરીચીમાં શ્રીજી નિવાસ સોસાયટીના એક મકાનમાંથી ગઈકાલે મંગળવારે સાંજે સાડા સાતેક વાગ્યાના અરસામાં એક યુવાન દંપતિ અલ્પેશ બાંભણીયા(ઉ.વ.રર) અને શોભનાબેન બાંભણીયા(ઉ.વ.રર)ના મૃતદેહો સળગી ગયેલી હાલતમાં મળી આવ્યા હતા.
બનાવની જાણ થતા જ પોલીસે ઘટનાસૃથળે દોડી જઈને મૃતદેહોને પીએમ માટે ખસેડયા હતા. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર ઘરમાંથી કોઈ જ્વલનશીલ પ્રવાહી મળ્યું નાથી. શરૃઆતમાં ગેસના બાટલામાં આગ લાગતા આ દંપતિ દાઝી ગયું હોવાની ચર્ચા હતી, પરંતુ ઘરમાં ગેસના બાટલાના લીકેજ થવાના કોઈ ચિન્હો દેખાયા નાથી. ત્યાર બાદ શોકસર્કિટાથી આગ લાગી હોવાનું પણ ચર્ચાતું હતું. જો કે ઘરમાં શોકસર્કિટ થયાના કોઈ નિશાન પણ નાથી. અંતે એક એવી ચર્ચા બહાર આવી હતી કે, વ્યાજખોર તત્વોના ત્રાસાથી આ દંપતિએ આપઘાત કરી લીધો છે. જો કે તપાસ દરમિયાન ઘટનાના ર૪ કલાક પછી પણ પોલીસ કોઈ નિષ્કર્ષ પર આવી શકી નાથી. પોલીસ દ્વારા મૃતકોના પરિવારજનોના નિવેદનો લેવામાં આવ્યા છે. રહસ્યમય સંજોગોમાં દંપતિના થયેલા મોતના આ બનાવે સમગ્ર પંથકમાં સારી એવી ચર્ચા જગાવી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, થોડા દિવસો પહેલા જ ડીટીપી કર્મચારીઓ સહિતના વ્યાજખોર તત્વોના ત્રાસાથી એક આાધેડે આપઘાત કરી લીધો હતો. આ ઘટનામાં સ્યુસાઈડ નોટના આાધારે પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. ત્યારે આ ઘટના પણ વ્યાજખોર તત્વોના ત્રાસ સાથે સંકળાયેલી હોય તો પૂર્વ કચ્છ પોલીસ માટે હવે વ્યાજખોર તત્વોને નાથવા પડકારરૃપ કાર્યવાહી છે.
No comments:
Post a Comment