કચ્છમાં વધારે અડધાથી અઢી ઈંચ વરસાદ, હવે લીલા દુષ્કાળનો ભય - NEWS E HUB

Slider Widget

Tuesday 1 September 2020

કચ્છમાં વધારે અડધાથી અઢી ઈંચ વરસાદ, હવે લીલા દુષ્કાળનો ભય



કચ્છમાં વધારે અડધાથી અઢી ઈંચ વરસાદ, હવે લીલા દુષ્કાળનો ભય

ભુજ,સોમવાર

કચ્છમાં સર્ક્યુલેશનની અસર તળે સાર્વત્રીક વરસાદ વરસી રહ્યો છે. અડાધાથી અઢી ઈંચ વરસાદ વરસ્યો છે. ભુજનું હમીરસર તળાવ ગત રાત્રિના ઓગની જતાં શહેરીજનો ઉત્કંઠાનો અંત આવ્યો હતો. ગાંધીધામમાં ગત રાત્રિના અઢી ઈંચ પાણી પડી ગયું હતું. લખપતમાં બે તાથા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ઝાપટા રૃપે અડાધાથી પોણો બે ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો. અંજાર અને ભચાઉમાં દોઢ-દોઢ, અબડાસા અને માંડવીમાં એક-એક, મુંદ્રામાં પોણો અને ભુજ અને નખત્રાણામાં અડાધો-અડાધો ઈંચ ગત રાત્રિાથી સાંજના છ વાગ્યા સુાધી થયો હોવાનું ડિઝાસ્ટર મેનેજમેન્ટ શાખા દ્વારા જણાવાયું હતું. ભુજનું હમીરસર તળાવ ઓગની જતાં વાધાવાયું હતું.

ગાંધીધામમાં ગત રાત્રિાથી સવાર સુાધીમાં ૬પ મી.મી. પાણી વરસી ગયું હતું. છેલ્લા ર૪ કલાકમાં સાડી ચાર ઈંચ વરસાદ નોંધાયો છે. શહેરના અનેક માર્ગો પર પાણીના ખાબોચીયા ભરાવાના કારણે લોકોને પરેશાની ભોગવવી પડી હતી. લખપત તાલુકામાં બપોરે ૪થી ૬ ના બે કલાકના સમયગાળામાં કુલ ૭૭૦ મી.મી. એટલે કે ૩૧ ઈંચ વરસાદ નોંધાયો છે. દયાપર, ઘડુલી તેમજ આસપાસના વિસ્તારમાં વરસાદનું આગમન થયું હતું. સુજાવાંઢમાં ધોધમાર વરસાદ પડયો હતો. વાગડ પંથકમાં સતત ચાર દિવસાથી અવિરત મેઘસવારીના લીધે લીલા દુષ્કાળની સિૃથતિ સર્જાઈ છે. ગત રાત્રિના દસાથી સવાર સુાધીમાં ર૦ અને અજો સાંજે વધુ ર૧ મી.મી. વરસાદ નોંધાયો હતો. ગાજવીજ સાથે વરસાદના ઝાપટા વરસ્યા હતા. રામવાવમાં સતત બીજા દિવસે ધોંધમાર વરસાદ પડયો હતો. ગઈકાલે ચાર ઈંચ જેટલો ભારે વરસાદ ખાબક્યા બાદ વધુ બે ઈંચ પડયો હોવાનું જાણવા મળ્યું છે. તાલુકાના પલાંસવા, ગાગોદર, કાનમેર, ધાણીથર, માખેલ, આડેસર, ટગા, વરણુ, નાંદા, અમરાપર સહિતના ગામોમાં વરસાદના લીધે ખેતારોમાં ચોમાસુ પાકને નુકશાન થવાની દહેશત વ્યક્ત કરાઈ છે.

અંજાના ગત રાત્રિાથી વહેલી સવાર સુાધીમાં ૩૮ મી.મી. એટલે કે દોઢ ઈંચ વરસાદ પડયો હતો. સતત વરસાદાથી પાણી ભરાયેલા રહેતા રોગચાળાનો ભય લોકોને સતાવી રહ્યો છે. તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ઝાટપાથી બે ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો.

ભચાઉમાં સવાર સુાધીમાં દોઢ ઈંચ વરસાદ વરસ્યો હતો. ગ્રામ્ય વિસ્તારોમાં  ભારે વરસાદના પગલે માર્ગો ધોવાઈ ગાય છે. માંડવીમાં સવારે ઝાપટા વરસ્યા હતા એક ઈંચ પડયો હતો. મુંદરામાં પોણો તેમજ ભુજ અને નખત્રાણામાં અડાધો અડાધો ઈંચ પાણી વરસ્યું હતું. ભુજમાં ગત રાત્રિના ભારે ઝાપટુ વરસીયું હતું. શહેરનું હમીરસર તળાવ ઓગની જતાં નગરજનોમાં ખુશીની લહેર ફરી વળી હતી. સવારે નગર અધ્યક્ષાના હસ્તે તળાવને શાસ્ત્રોકત વિિધાથી વાધાવાયું હતુંં. તળાવ ઓગની જતાં રાજ્ય સરકારની કચેરીઓમાં જાહેર રજા જાહેર કરવામાં આવી હતી. માતાનામઢમાં અંદાજે ચાર ઈંચ જેટલો ભારે વરસાદ ખાબકતા ગામમાં ઠેરઠેર પાણી ભરાયા બાદ બજારમાં જોશભેર પાણી વહી નીકળ્યા હતા. ગામની પાસે આવેલી નદીમાં ઘોડાપુર આવ્યા હતા.

જુણા ગામે બે ડેમ તુટતા રસ્તાનું ધોવાણ

સરહદી ખાવડા વિસ્તારમાં છેલ્લા દસ દિવસાથી મેઘ મહેર થઈ રહી છે જુણા ગામમાં વર્ષો પહેલાં બનેલા બે ડેમ જુણાસર તેમજ ગન્ડી ડેમ સાઈટ પર ભારે વરસાદ થતા ડેમ તુટી જતાં મોટા પાયે રસ્તાનું ધોવાણ થયું હતું. ઉભેલા પાક નાશ પામ્યો હતો. ખેડૂતો પિયત કરી શકે તેવા ડેમોની જર્જરીત હાલત અંગે સિંચાઈ વિભાગમાં રજૂઆત કરી હોવા છતાં પ્રશ્ન ઉકેલાયો નહોતો. તંત્ર આ પ્રશ્ને યોગ્ય કાર્યવાહી કરે તેવી માંગ ઉઠી છે.

વાયોરમાં વીજળી ત્રાટકતા ૧૪ ઘેટા બકરાના મોત

વાયોરના સીમાળામાં ગઈકાલે રાત્રિના બનાવ બન્યો હતો. માલાધારીના વગ ઉપર વીજળી ત્રાટકી હતી. નવ બકરી અને પાંચ ઘેટાના મોત થતા ગરીબ માલાધારી ઉપર આફત આવી પડી છે.


No comments:

Post a Comment