કચ્છમાં અતિવૃષ્ટિથી ખેતીનો પાક ૭૦થી ૧૦૦ ટકા જેટલો નિષ્ફળ
ભુજ, સોમવાર
કચ્છમાં હાલે સિઝનનો ૧૫૦ થી ૨૦૦ ટકા વરસાદ તાલુકાઓમાં નોંધાઈ ચુક્યો છે. જેના કારણે સર્વત્ર જળબંબાકારની સિૃથતી ઉભી થઈ છે. કિસાનોના પાક નિષ્ફળ ગયા છે ત્યારે સરકાર રાહત પેકેજની જાહેરાત કરે તેવી માંગણી ઉભી થઈ છે.
ભારતીય કિસાન સંઘ દ્વારા મુખ્યમંત્રીને રજુઆત કરીને છેલ્લા ૨૫ થી ૩૦ દિવસાથી સતત પડતા વરસાદના કારણે થયેલી નુકસાન અંગે ધા નાખવામાં આવી છે. અતિવરસાદાથી ઉભાપાકમાં ભારે નુકશાન થયું છે. મગફળી, કપાસ, એંરડા, તલ, ગોવાર,મગ તેમજ શાકભાજી, ફળફળાદી ને અસર પહોંચી છે. અનાજના પુરતા ભાવ મળતા ન હોવાથી ખેડુતો બાગાયતી પાક તરફ વળ્યા છે પરંતુ આ વરસાદાથી દાડમ જેવા પાકમાં જીવાત આવી જવાથી લાખોનું આિાર્થક ખોટ સહન કરવાની આવશે. દાડમના પાકના ભાવ તળીયે ચાલ્યા જતાં સરકાર ખેડુતોને બચાવવા તાત્કાલીક અસરાથી સહાય કે પેકેજ જાહેર કરે તેવી રજુઆત કરાઈ છે. ડુબમાં ગયેલા ખેતરોનો સર્વ કરાવાય અને યોગ્ય વળતર મળે તે પ્રક્રીયામાં ખેડુતોને વિશ્વાસ નાથી. ત્યારે સરકાર રાહત પેકેજ જાહેર કરે તેમજ મુખ્યમંત્રી કિસાન સહાય યોજનામાં ફેરફાર કરી હાલમાં જે પાકની નુકશાની તેનો સમાવેશ કરાય તેવી રજુઆત કરાઈ છે. ભચાઉ તાલુકા કિસાન સંઘે રજૂઆત કરતા જણાવ્યું હતું કે, ઉભા પાકમાં પાણી ભરાવાથી ખેડૂતોને ૭૦થી ૧૦૦ ટકા સુાધી નુકસાન થયું છે. મોટાપ્રમાણમાં જમીનનું ધોવાણ થયું છે. ત્યારે ખેડૂતોને મુખ્યમંત્રી કિસાન સહાય યોજના હેઠળ તાત્કાલિક અસરાથી સહાય આપવા તેમજ ગત વર્ષે જાહેર થયેલા અતિવૃષ્ટિના પેકેજમાં બાકી રહી ગયેલા પ૦૦૦ ખેડૂતોને તાત્કાલીક સહાય ચુકવવા માગણી કરાઈ છે. ઉપરાંત ખેડૂતોના લાંબા સમયાથી પડતર અન્ય પ્રશ્નો ઉકેલવાની પણ માગણી કરવામાં આવી હતી.
ગઢશીશા પંથકમાં ખેતીને ભારે નુકસાન : પશુપાલનને અસર
લગભગ એકાદ માસાથી માંડવી તાલુકાના ગઢશીશા વિસ્તારમાં અનરાધાર વરસાદના કારણે ખેતી અને પશુપાલન સાથે સંકડાયેલા આ વિસ્તારના ખેડૂતો ચિંતાગ્રસ્ત બન્યા છે. મગફળી, કપાસ, એરંડા, પપૈયા, કેળા સહિતના પાકોને પારાવાર નુકશાન થયું હોવાનું જાણા મળે છે. એકાદ માસાથી વધુ સમયાથી ક્યારેક ધીમી ધારે તો ક્યારેક મુશળાધાર વરસાદના કારણે આ પંથકના મોટા ભાગના માર્ગોને તો નુકશાની થઈ છે સાથો સાથ વાડી-ખેતરના બાંધાઓ તુટતા કપાસ, એરંગા, મગફળી, કેળા, પપૈયા, દાડમના કાલને મોટા પ્રમાણમાં નુકશાન પહોંચી છે. ભારે વરસાદના કારણે નદીઓમાં પુરની સિૃથતિ સર્જાતા મુખ્ય માર્ગો અને પાપડીઓના પણ ધોવાણ થઈ ગાય છે. ગઢશીશાનો ખાસરા ડેમ વરસાદી પાણીમાં તુટતા નજીકમાં વાડીમાં પાલર પાણી ભરાતા તમામ પાક નિષ્ફળ થઈ જતા અંદાજીત ૧૦ લાખાથી વધુનું નુકશાન થયું હોવાના અહેવાલો સાંડપી રહ્યા છે. તો અન્ય આસપાસના વાડી વિસ્તારમાં પણ મોટા પાયે નુકશાન થયું છે. આ અંગે મળતી વધુ માહિતી મુજબ ગઢશીશા નજીકના રત્નાપર ગામમાં મગફળી, એરંડા, પપૈયા, કેળાના પાકને પણ ભારે નુકશાની થવા પામી છે. અત્રે ઉલ્લેખનિય છે આ વિસ્તારના ખેડૂતો મુખ્યત્વે લીલી ખેતી કરે છે પરંતુ ચાલુ ચોમાસામાં પ્રારંભાથી જ વરસાદ વધુ હોતા નુકશાન ભોગવવાનો વારો આવ્યો છે. છેલ્લા દોઢ માસાથી ખેતીવાડીમાં તમામ મોટરો બંધ હોવા છતાં વાડી ખેતરોમાં પાણી ભરાયેલા હોવાથી હવે વરાપ નીકળે એ જરૃરી છે. આ પંથકના તમામ ચેકડેમો સહિતના જળાશયો બેાથી ત્રણ વખત ઓગની ચૂક્યા છે અને જમીન રીઝી થઈ જતા પશુપાલન વ્યવસાયને પણ અસર જોવા મળી રહી છે
No comments:
Post a Comment