મહેસાણા, તા.04 સપ્ટેમ્બર 2020, શુક્રવાર
કડીના ઈન્દ્રાડ ગામની ઝેડ કેમ પ્રાઈવેટ કંપની લીમીટેડમાં બપોરના સુમારે કેમિકલ બ્લાસ્ટથી ભયંકર આગ લાગી હતી. બ્લાસ્ટ એટલો જોરદાર હતો કે કંપનીનું ધાબુ અને પતરાનો શેડ ધરાશાયી થઈ ગયો હતો. કેમિકલના લીધે આગ વિકરાળ બનતાં પાંચ જેટલા ફાયર ફાયટરો આગ બુઝાવવા કામે લગાડવામાં આવ્યા છે.
કડીના ઈન્દ્રાડ ગામની સીમમાં આવેલ ઝેડ કેમ પ્રાઈવેટ કંપની લીમીટેડમાં પાંચ વર્ષ અગાઉ જ કેમિકલ્સ બ્લાસ્ટ થયો હતો તેમ છતાં કંપની દ્વારા ફાયરની કોઈ સુવિધા ઉભી ન કરતાં શુક્રવારના રોજ ફરીથી કેમિકલ બ્લાસ્ટ થવાની ઘટના બનવા પામી હતી. જેમાં બપોરના સુમારે કંપનીનું કામ ચાલુ હતી તે દરમિયાન અચાનક કોઈ કારણસર કેમિકલ્સ બ્લાસ્ટ થતાં પ્રચંડ ધડાકો થતાં પાંચ જેટલા કર્મચારીઓ બહાર ધસી આવતાં બચાવ થયો હતો. જોકે બ્લાસ્ટ એટલો જોરદાર હતો કે મકાનનું ધાબુ અને પતરાનો શેડ ધરાશાયી થઈ ગયા હતા. કેમિકલના લીધે આગ વિકરાલ બની હતી. જેથી કડી, કલોલ અને મહેસાણાના પાંચ જેટલા ફાયર ફાયટરો આગ બુઝાવવા બોલાવાયા હતા. જોકે ભારે જહેમત બાદ આગ કાબુમાં લીધી હતી.
કંપનીમાં ફાયર સેફ્ટીનો અભાવ
કંપનીમાં બ્લાસ્ટ થતા માલીકોએ તંત્રને જાણ ન કરી ભીનં સંકેલવાના પ્રયાસો કર્યા છે. જોકે આજ કંપનીમાં પાંચ વર્ષ અગાઉ બ્લાસ્ટ થયો હતો. છતાં કંપની દ્વારા ફાયર સેફ્ટીની સુવિધા કરવામાં ન આવતા ફરી બ્લાસ્ટ થયો હતો.
No comments:
Post a Comment