કડી પોલીસે ઝડપેલા આરોપીને ભગાડવાનો પ્રયાસ કરાયો - NEWS E HUB

Slider Widget

Monday, 7 September 2020

કડી પોલીસે ઝડપેલા આરોપીને ભગાડવાનો પ્રયાસ કરાયો

મહેસાણા, તા.06 સપ્ટેમ્બર 2020, રવિવાર

કડી પોલીસે પ્રોહિબીશનના ગુનામાં હસ્તગત કરેલા એક આરોપીને તેની માતા અને બહેને પોલીસ મથકે પહોંચી હોબાળો મચાવ્યો હતો. દરમિયાન ભગવાની કોશિશ કરતાં પોલીસે તેને ઝડપી લીધો હતો. આ અંગે બે મહિલાઓ સહિત ત્રણ જણા સામે પોલીસે ગુનો દાખલ કર્યો હતો. જેની તપાસ પીએસઆઈ એસ.ડી. રાતડા ચલાવી રહ્યા છે.

આ ઘટના અંગે સુત્રોમાંથી પ્રાપ્ત વિગત પ્રમાણે નાની કડીમાં રહેતો ફરદીન દિલાવરખાન પઠાણને પોલીસે પ્રોહિબીશનના ગુનામાં પકડયો હતો અને પોલીસ મથકે લાવવામાં આવ્યો હતો. તે વતે તેની માતા ફીરોજા દિલાવરખાન પઠાણ અને બહેન ફલકનાજ દિલાવરખાન પઠાણ પોલીસ સ્ટેશનમાં આવ્યા હતા. અહીં તેમણે ફરદીનને કેમ પકડીને લાવ્યા છે તેવું કહી હોબાળો મચાવ્યો હતો. મામલો બીચકતાં ફીરોજાએ ફરજ બજાવી રહેલા મહિલા કોન્સ્ટેબલ લક્ષ્મીબેન સાથે ઝપાઝપી કરતાં નખ વાગવાથી ઈજાઓ  થઈ હતી. તે દરમિયાન ઝડપાયેલ આરોપી ફરદીને પોલીસ મથકમાંથી ભાગવાનો પ્રયાસ કર્યો હતો. જોકે પોલીસ કર્મીઓએ તેને કોર્ડન કરી ભાગવાનો પ્રયત્ન નિષ્ફળ બનાવ્યો હતો. ત્યારબાદ પોલીસે બે મહિલાઓ સહિત ત્રણેયની અટકાયત કરી હતી. જ્યારે તેમની પાસેથી ચાર મોબાઈલ કબજે કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

કોની સામે ગુનો નોંધાયો

પઠાણ ફીરોજા દિલાવરખાન

પઠાણ ફલકનાઝ દિલાવરખાન

પઠાણ ફરદીન દિલાવરખાન


No comments:

Post a Comment